રાજપીપળાની કરજણ નદીમા ડેમમાથી ભારે પાણી છોડાતાં નદી કિનારે આવેલ ખેડુતનુ પાણીમા ડુબતા મોત…

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ડેમમાથી પાણી છોડતા રાજપીપળાનો ખેડુત ખેતરના હાલ જોવા ગયો પણ પાણીમા ડૂબ્યો…

દેડિયાપાડાના ડુમખલ ગામની દેવ નદીમા 3 વર્ષિય બાળ નુ ડુબી જતા મોત નિપજ્યું

નર્મદા જિલ્લામા છેલ્લા 17 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જીલ્લાની તમામ નદીઓ સહિત ખાડીમા પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે, એ દરમ્યાન રાજપીપળા ખાતે એક ખેડુતનુ કરજણ નદીના પાણીમા ડુબતા તેમજ દેડિયાપાડા તાલુકાના ડુમખલ ગામની દેવ નદીમા એક ત્રણ વર્ષની બાળકીનુ તેજ પ્રવાહમા તણાતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર રાજપીપળા કરજણ નદીમાથી પાણી છોડતા પોતાના ખેતર નદીના કિનારે આવેલ હોય ને ચીમનભાઈ રમણભાઈ માછી ઉ. વર્ષ 40 રહે ખાટકીવાડ ટેકરો, રાજપીપળા નાઓનો પોતાના ખેતરમાં પાણી ભરાયા હોવાનું જાણી ખેતરે ગયા હતા. જયા તેના ખેડુતમા પાણીનો પ્રવાહ વેગથી આવી જતા પાણીના વહેણમા ખેંચાયો હતો અને પાણીમા ડુબતા મોતને ભેટ્યો હતો.

આ ઉપરાંત દેડિયાપાડા તાલુકાના ડુમખલ ગામ ખાતે દેવરા ફળીયામાં રહેતા બાબુભાઈ વસાવાની માત્ર ત્રણજ વર્ષની વયની દિકરી રંજુ વસાવા પોતાના ઘરની પાછળ આવેલ દેવ નદી તરફે રમતા રમતા પહોંચી ગઇ હતી જે તા 24 મી ના રોજ સવારે આઠેક વાગયા દરમ્યાન રમી રહી હતી ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા દેવ નદીમા અચાનક પાણી આવતા માસુમ બાળકી પાણીના તેજ પ્રવાહ મા તણાઇ ને ડુબી હતી. આ બાળકીની લાશ બે દિવસ પછી મળી આવી હતી. પોલીસે બન્ને કિસ્સાઓમાં આકસ્મિક મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here