શહેરામા સારો વરસાદ વરસતા અણીયાદ ચોકડી અને પશુ દવાખાના સામેના હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત રહીશો મુશ્કેલીમાં

દર વર્ષે ચોમાસામા વરસાદી પાણી ભરાતા હોય છે

તંત્રની પ્રિમોન્સુન કામગીરી પોલ ખુલી

ઇમરાન પઠાણ, શહેરા

તસ્વીર

પંચમહાલ જિલ્લાના શહેરામાં શુક્રવારની મોડી રાત્રિથી શરૂ થયેલ વરસાદને કારણે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું, જેમાં શહેરા નગરના મુખ્ય હાઈવે પર આવેલ અણીયાદ ચોકડી વિસ્તારમાં તેમજ શહેરા-ગોધરા હાઇવે પર આવેલ પશુ દવાખાના સામે વરસાદી પાણી ભરાયું હતું, મુખ્ય હાઈવે પર ઢીંચણ સમા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ આસપાસના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા, મુખ્ય હાઈવે સહિતના અન્ય કેટલાક નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા નદી જેવા દ્રશ્ય સર્જાયા હતા, જોકે ચોમાસાના સમયે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી છે, ઉલ્લેખનીય છેકે દરવર્ષે ચોમાસાના સમયે આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતું હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here