કોવિડ-૧૯ અપડેટ પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૩૪ કેસ નોંધાયા

૦૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ

જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૩૯૩

કુલ કેસનો આંક ૧૧૯૬ થયો, કુલ ૭૩૪ વ્યક્તિઓ કોરોનાને માત આપી

ગોધરા(પંચમહાલ),

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૩૪ નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા ૧૧૯૬ એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૨૭ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૭ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૧૪, હાલોલમાંથી ૦૯ અને શહેરામાંથી ૦૪ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૯૩૪ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાલોલ ગ્રામ્ય માંથી ૧ કેસ, ગોધરા ગ્રામ્યમાંથી ૨, કાલોલ ગ્રામ્યમાંથી ૩ અને મોરવા હડફમાંથી ૧ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૨૬૨ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૭૩૪ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૩૯૪ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here