શહેરા તાલુકામાં 6 કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો.

ઇમરાન પઠાણ, શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરામાં શુક્રવારની મોડી રાત્રિએ નજીવો વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ શનિવારના રોજ વહેલી સવારથી શહેરા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો, વહેલી સવારથી વરસાદે ધીમીધારે વરસવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ બપોરના સમયે વરસાદે ધોધમાર વરસવાનું શરૂ કરતાં બપોરના 2 વાગ્યા સુધીમાં એટલે કે 6 કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો,તાલુકામાં સારો એવો વરસાદ થતાં એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here