પંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઇટ પાવાગઢ યાત્રાધામ ખાતે ફ્રી મેડીકલ કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આજરોજ તારીખ:૧૦/૧૨/૨૦૨૩ ના રોજ વર્લ્ડ હેરીટેજ સાઇટ પાવાગઢ યાત્રાધામ ખાતે મોટા પ્રમાણપમા યાત્રાળુઓ આવતા હોય જેથી નાયબ પોલીસ મહાનીરીક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ પંચમહાલ – ગોધરા રેન્જ ગોધરાનાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબશ્રી પંચમહાલ – ગોધરા નાઓની આગેવાની હેઠળ પાવાગઢ માંચી ખાતે ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરવામા આવેલ જેમા પાવાગઢ માંચી ખાતે પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબશ્રી પંચમહાલ – ગોધરા તથા ના.પો.અધિક્ષક સાહેબશ્રી વી.જે.રાઠોડ સાહેબ તથા સી.પી.આઇ. શ્રી આર.એમ.સંગાડા સાહેબ તથા પો.સ.ઇ શ્રી આર.જે.જાડેજા માંચી ખાતે હાજર રહી ફ્રી મેડીકલ ચેકઅપની કામગીરી કરાવવામા આવી જેમા બ્લડ પ્રેશર તથા ડાયાબીટીશ તથા E.C.G. તથા બ્લડ ટેસ્ટ તથા આંખોના નંબરની ચકાસણી તથા ફ્રી ચશ્મા વિતરણનુ આયોજન કરવામા આવેલ જેમા પાવાગઢ યાત્રાધામ ખાતે આવતા ૨૧૫ યાત્રાળુઓની આંખોનુ ચેકઅપ કરવામા આવેલ જેમાથી ૨૦૦ યાત્રાળુઓને ચશ્મા વિતરણ તેમજ ૨૨૫ યાત્રાળુઓની હેલ્થ ચેકઅપ મળી કુલ : ૪૪૦ યાત્રાળુઓ એ ફ્રી મેડીકલ ચેકઅપ સેવાનો લાભ લીધો હતો . તેમજ તેઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here