કાલોલના નવાપુરામાં પાર્ક કરેલી હુન્ડાઈ કંપનીની કાર અચાનક સળગી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મમિર્ઝા

કાલોલ નગરના ગોધરા રોડ પર આવેલી સુશાનદિપ સોસાયટીમાં રહેતા અને બસ સ્ટેશન વિસ્તારમાં દુકાન ધરાવતા કાર માલિક જગદીશ ભાઈ શાંતિલાલ સુથારની હુન્ડાઈ કંપનીની આઇ-ટવેન્ટી કાર લઈને મંગળવારે મોડી સાંજે જગદીશ ભાઈનો પુત્ર વિશાલ સુથાર નવાપુરા વિસ્તારમાં ગયો હતો. જ્યાંથી ઘેર જવા માટે મિત્રના આંગણામાં પાર્ક કરેલી કારમાં બેસીને સેલ મારવા જતા કોઈ અગમ્ય કારણોસર કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અંદર બેઠેલો વિશાલ સુથાર આબાદ રીતે સમયસર બહાર આવી જતા આબાદ બચાવ થયો હતો. જ્યારે સીએનજી ગેસ પર ચાલતી કાર હોવાને કારણે પછી આખી ગાડી આગની લપેટમાં આવી જઈને સળગી ઉઠી હતી. જે આગના બનાવ અંગે આજુબાજુના રહીશોએ દોડી આવી પાલિકાના ફાયર બ્રિગેડ સહિત પોલીસને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે મોડી સાંજે નગરના રહેણાંક વિસ્તારમાં આ રીતે અચાનક સળગી ઉઠેલી કારને પગલે સ્થાનિક રહીશોને ભારે આશ્ચર્ય સર્જાયું હતુ. જે આગના બનાવ અંગે કાર માલિકે સ્થાનિક પોલીસને જાણવા જોગ રિપોર્ટ કરી આગ સબંધિત કાર્યવાહી અંગે આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

તસવીરો : કાલોલ શહેરમાં મંગળવારે મોડી સાંજે નવાપુરા વિસ્તારમાં આગની લપેટમાં સળગી ઉઠેલી કાર તસવીરોમાં દ્રશ્યમાન થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here