કાલોલ નગરપાલિકા વોર્ડ નં ૬ માં ગંદકીની ભરમાર પાલિકાના કોર્પોરેટરને રજૂઆત છતા પરિણામ શૂન્ય

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

કાલોલ મદીના મસ્જીદ વિસ્તારમાં ગંદકીમાંથી પસાર થતા લોકોની તસ્વીર

કાલોલ નગરપાલિકાના વોર્ડ નં ૬ માં આવેલ મદીના મસ્જીદની સમગ્ર ગલીમાં સાફ સફાઈને અભાવે ગંદકીની ભરમાર જોવા મળે છે. ગંદુ પાણી અને કચરાના ઢગ ખડકી દેવાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ રસ્તા ઉપર નમાજ માટે આવતા સ્થાનિકોને પણ આ ગંદકીને કારણે ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત નજીકમાં આવેલ સ્કુલ અને મદ્રેસા માં પણ નાના બાળકો ભણવા માટે આ ગંદકીમાં થઈ ને પસાર થવા મજબૂર બની રહ્યા છે. સ્થાનિકોએ પોતાના કોર્પોરેટરને આ બાબતે રજૂઆત કરી હતી પરંતુ કોર્પોરેટરે કોઈ જ ધ્યાન આપ્યું ન હોવાનું જાણવા મળેલ છે. નગરપાલિકા દ્વારા તાજતરમાં જ બાકી રહેલા વિસ્તારોમાં આર.સી.સી ના નવા રોડ બનાવેલ છે ત્યારે આ વિસ્તારમાં ડૉ. ઠકકરના દવાખાનેથી લઈને નુરાની ચોક વિસ્તારમાં હજુ સુધી પણ નવા આર.સી.સી રોડ બનાવાયા નથી જે આ વિસ્તારના લોકો સાથે ખૂબ અન્યાયી છે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. હવે કાલોલ નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી સમયે આવનાર સમયમાં નવા પ્રમુખ દ્વારા આ સમસ્યાનું યોગ્ય રીતે નિરાકરણ થાય તેમ લોકો ઈચ્છી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here