કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા
કાલોલ તાલુકાના મલાવ ચોકડીથી મલાવ ગામ સુધીના રોડને પહોળો કરવા માટેનું લાખો રૂપિયાના ખર્ચે ભરેલું ટેન્ડરમાં ગોબાચારી કરી હલકી કક્ષાનો માલસામાન વાપરી કરવામાં આવેલા કામને પગલે રોડ ઉપર તિરાડો તથા ખાડા અને ભુવા પડી ગયા હતા જે અંગેનો અહેવાલ શુક્રવારના રોજ કલમની સરકારમાં પ્રસિદ્ધ થતાં જ કાલોલ ખાતેનું માર્ગ અને મકાન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને તાત્કાલિક કવોરી ડસ્ટ નાખીને તિરાડો પુરવા નું કામકાજ કરી પોતાની નિષ્ફળતાઓ છુપાવવાનો દેખાવ કરવામાં આવ્યો હતો. આમ કલમની સરકારના અસરકારક અહેવાલને પગલે વહીવટીતંત્ર શુક્રવારે બપોરે જ કામે લાગતું જોવા મળેલું. ઉલ્લેખનીય છે કે કાલોલ ખાતેની માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં આજ કચેરીમાંથી નિવૃત્ત થયેલા એક અધિકારી ૧૧ માસની કરાર આધારીત એજ જગ્યા પર ફરજ બજાવી રહ્યા છે જેઓ આવા કામો કરવા માટે કુખ્યાત બન્યા હતા. આમ સરકારી નાણાંનો કેવો દુરુપયોગ થઈ રહ્યો છે અને મીડિયાના અહેવાલને પગલે તેના ઉપર લીપાપોથી કરવામાં આવી રહી છે તે સ્પષ્ટ થાય છે.