બોડેલી તાલુકામાં કોરોના કહેર યથાવત, વધુ છ કેસ સામે આવ્યા

બોડેલી તાલુકામાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે આજે તાલુકામાં વધુ છ કેસ સામે આવ્યા છે જેને લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે ત્યારે બીજી તરફ કોરોનાના દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે

બોડેલી તાલુકામાં કોરોના નો ભરડો યથાવત જોવા મળી રહ્યો છે આજે બોડેલી તાલુકામાં વધુ છ કેસ સામે આવ્યા છે આજે જાહેર કરાયેલા છ કેસમાં ઢોકલીયા વિસ્તારમાં – ત્રણ તેમજ બોડેલી વિસ્તારમાં – બે તેમજ ચિખોદ્વા ગામમાં – એક કેસ મળી કુલ છ બોડેલી તાલુકામાં કોરોના કેસ આવ્યા છે. તેમજ બોડેલી તાલુકામાથી બે દર્દીઓ સસ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે બોડેલી તાલુકામાં વધુ છ પોઝીટીવ કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે તેમજ વહીવટી તંત્રમાં ફરી દોડધામ મચી ગઈ હતી બોડેલી તાલુકામાં અત્યાર સુધી ૧૦૮ કેસ નોંધાયા છે અને અત્યાર સુધી ૯૦ દર્દીઓ કોરોના સામે જંગ જીતી પોતાના ઘરે પરત ફર્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here