કાલોલ નગરમાં જન્માષ્ટમીની રાત્રે જુગાર રમતા ૮ પકડાયા બે વોન્ટેડ

જુગાર ધારા તથા જાહેરનામા ભંગનો ગુનો દાખલ

ટોળું થઈને જુગાર રમતા લોકો પૈકી પોલીસે ફક્ત એક મોબાઇલ કબજે લેતા અનેક તર્ક-વિતર્ક

મુસ્તુફા મિર્ઝા, કાલોલ(પંચમહાલ)

કાલોલ નગરમાં જન્માષ્ટમીના દિવસે રાત્રિના પોણા અગિયાર વાગ્યે કાલોલના પીએસઆઇ એમ એલ ડામોર તથા ટાઉન જમાદાર અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે મહાલક્ષ્મી ચોક પાસે તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે માળી ફળિયામાં કેટલાક ઇસમો પાના પત્તાનો હાર જીત નો જુગાર રમે છે ત્યારે પોલીસે સ્થળ ઉપર જઈ ચારે બાજુથી જગ્યાને કોર્ડન કરી જોતા પાના પત્તાથી હારજીતનો જુગાર રમતા આઠ ઈસમો સ્થળ ઉપરથી પકડી પાડેલા જ્યારે બે ઈસમો નાસી છૂટવામાં સફળ રહેલા પોલીસે સ્થળ ઉપરથી પાના પત્તાનો જુગાર રમવા માટેની કેટ તથા આઠ ઈસમોના અંગજડતી માંથી રૂ ૯,૬૫૦/ તથા દાવ ઉપર ના રૂ.૩,૦૦૦/તથા એક મોબાઇલ એમ કુલ મળી રૂ.૧૪,૬૫૦/નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો ઉલ્લેખનીય છે કે ટોળું વળીને જુગાર રમતા લોકો પૈકી ફક્ત એક જ ઈસમ પાસે મોબાઇલ ફોન મળી આવ્યો હતો કોઈ વાહન પણ મળી આવેલ ન હતું પોલીસે જુગારધારા ઉપરાંત જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી ભાગી છુટેલા બે ઇસમોને પકડવાની કવાયત હાથ ધરી હતી.
જન્માષ્ટમીના દિવસે કાલોલ પોલીસના હાથે ઝડપાયેલા ૮ ઈસમોની નામાવલી
(૧) મિતેશકુમાર દિલીપભાઈ ગોદડીયા રે. કાછીયા વાડ (૨) રાકેશભાઈ જગદીશ ભાઈ દરજી રે નવાપુરા (૩) ભાવેશકુમાર હર્ષદભાઈ પંચાલ રે. નવાપુરા (૪) ગોવિંદભાઈ ચંદ્ર ભૂષણ ઝા રે.નવાપુરા (૫) ગૌરાંગભાઈ રાજેન્દ્રભાઈ મહેતા રે. નવાપુરા (૬) સુભાષચંદ્ર જયંતિલાલ મહેતા રે સુથાર ફળિયા (૭) સંદીપ બાલકૃષ્ણ જાદવ રે.માળી ફળિયા (૮) પ્રતિકભાઇ સુધીરભાઈ ત્રિવેદી રે હોળી ચકલા તમામ રહેવાસી કાલોલ ની અટકાયત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here