નર્મદા જિલ્લામાં આજે આટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

નર્મદા જિલ્લામાં આજે ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવ આંક 681 થયો

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૩ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૫ દરદીઓને આજે રજા અપાઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૨૫ કોવીડ કેર સેન્ટર ખાતે ૬ અને વડોદરા ખાતે ૫ તેમજ હોમ આઇસોલેશનમા ૨૧ સહિત કુલ-૫૭ દરદીઓ સારવાર હેઠળ

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

કોરોનાની મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨ જી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૫ (પાંચ) અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૫ (પાંચ) સહિત કુલ-૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૪૨૨, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૨૨૯ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૦ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૬૮૧ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૩ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૫ (પાંચ) દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૩૨૩ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૩૦૧ દરદીઓ સહિત કુલ-૬૨૪ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૫ (પાંચ) દરદીઓ અને હોમ આઇસોલેશનમા ૨૧ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૨૫ (પચીસ) દરદીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૬ દરદીઓ સહિત કુલ-૫૭ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૨૭, ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૨ (બે) અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૩૯૪ સહિત કુલ-૪૨૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here