કાલોલ તથા વેજલપુરમાં છેલ્લા એક અઠવાડિયામાં ૧૭૮ લી. દેશી દારૂ અને ૪૫૦ લી. દારૂ બનાવવાનો વોશ ઝડપાયો

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ પોલીસે એક દિવસમાં જ ૬૮ લી. દારૂ અને દારૂ બનાવવાનો કાચો માલ ઝડપ્યો તેમ છતાં અખાદ્ય ગોળ છડે ચોક વેચાય છે

પોલીસને બે ચાર લિટર દેશી દારૂ મળી જાય છે અને તેનો કેસ નોંધાય છે જ્યારે ખુલે આમ અખાધ ગોળ વેચતા વેપારીઓને કોનુ સંરક્ષણ ?

કાલોલ તાલુકામાં કલોલ શહેર અને વેજલપુર ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક અઠવાડિયામાં દેશી દારૂના લગભગ દરરોજ બે ત્રણ કેસો નોંધાયા છે કુલ મળીને જોવા મળે તો વેજલપુર પોલીસ સ્ટેશનમાં ૧૭ ગુના નોંધીને ૫૭ લી જેટલો વિદેશી દારૂ ઝડપી પાડયો છે જેમાં એક જ દિવસમાં પાંચ અલગ અલગ ગામોમાં કેસો કરીને ત્રણ લિટર મુજબ ૧૫ લિટર દેશી દારૂ ઝડપી પાડયો છે તેજ પ્રમાણે કાલોલ પોલીસ સ્ટેશનમાં દેશી દારૂ ના છેલ્લા અઠવાડિયામાં ૧૧ જેટલા ગુના નોંધી ને ૧૭૮ લી. જેટલો દેશી દારૂ ઝડપી પાડયો છે ઉપરાંત દેશી દારૂ બનાવવા નું મરી મસાલો તેમજ ગોળ નાખીને તૈયાર કરેલું વોશ ૪૫૦ લિટર જેટલુ ઝડપી પાડયું છે. કાલોલ પોલીસે એક જ દિવસમાં એક જ ગામમાં ત્રણ અલગ-અલગ કેસો કરીને ૬૮ લિટર જેટલો દેશી દારુ તથા મરી મસાલા વાળું નવ કારબા ભરેલું વોશ ઝડપી પાડયું હતું આમ જોવા જઈએ તો કાલોલ પોલીસ દ્વારા દેશી દારૂના કેસો કરવા પ્રત્યે અગ્રિમતા આપી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે દેશી દારૂ બનાવવા માટે વપરાતો કાચો માલ એવો અખાદ્ય ગોળ કાલોલના વેજલપુરના તથા ડેરોલ સ્ટેશન ના બજારોમાં ખુલ્લેઆમ વેચાતો હોય છે સૌને ખબર છે કે આ ગોળ દેશી દારૂ બનાવવા માટે જ વપરાય છે. તેમ છતાં પણ કોઈ અગમ્ય કારણોસર આ વેપારીઓ ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી એટલું જ નહીં પંજાબ અને હરિયાણાથી મોટા મોટા ટ્રકમાં આકર્ષક પેકિંગમાં ચોક્કસ ગોડાઉનોમાં અખાદ્ય ગોળ ની ડીલેવરી થાય છે અને ત્યાંથી સમગ્ર તાલુકામાં વેપારીઓને ત્યાં સપ્લાય થાય છે બબ્બે ત્રણ ત્રણ લિટર દેશી દારૂ પોલીસને આસાનીથી મળી જાય છે પરંતુ દુકાનોમાં આકર્ષક પેકિંગમાં વેચાતો અખાદ્ય ગોળ કે જે દેશી દારુ માં વપરાતો મુખ્ય કાચો માલ છે તે પોલીસની નજરથી દુર છે. ચોંકાવનારી હકીકત એ છે કે આકર્ષક પેકિંગમાં મળતો અખાદ્ય ગોળ એફએસએલની ટીમ દ્વારા તપાસ બાદ અખાદ્ય હોવાનું પણ કેટલાક કિસ્સાઓમાં સાબિત થતું નથી તેથી આવા વેપારીઓને છૂટો દોર મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here