નર્મદા જિલ્લામા જંગલની જમીનો ખેડતા ખેડુતોને જમીનોના હક્કપત્રકો આપવાની પ્રક્રિયાનો પ્રારંભ

પુર્વ વન મંત્રી શબ્દશરણ તડવીના હસ્તે ગુરુડેશ્વર તાલુકાના જંતર ગામે 80 લાભાર્થીઓને હક્કપત્રકો એનાયત કરાયા

સાંસદ મનસુખભાઈ વસાવાએ થોડા દિવસ પહેલા જ વનમંત્રીને પત્ર લખી નર્મદા જિલ્લામાં હક્કપત્રકો આપવાની માંગ કરી હતી

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

સમગ્ર રાજ્યના આદિવાસી વિસ્તારોમાં કે જયાં આદિવાસીઓ જંગલ ની જમીનો ઉપર કાયદેસર ખેતી કરતા આવ્યા હોય ને આવી જમીનો પર જેતે આદિવાસી ખેડુતોનો કબજો સાબિત થયેલ તેમને જમીનોના કાયદેસરના માલિક બનાવવાની માંગ સાથે વન મંત્રીને સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ લખ્યો હતો અને નર્મદા જિલ્લામાં આદિવાસીઓને હક્કપત્રકો સનદો આપવાની માંગ કરી હતી, જે અંતર્ગત આજરોજ ગુરુડેશ્વર તાલુકાના જંતર ગામ ખાતે આદિવાસીઓને જમીનોના હક્ક પત્રકો સનદો આપવાની પહેલ માજી વન મંત્રી શબ્દશરણ તડવીના હસ્તે કરવામાં આવી હતી.

પુર્વ વન મંત્રી શબ્દશરણ તડવીના હસ્તે ગુરુડેશ્વર તાલુકાના જંતર ગામે 80 લાભાર્થીઓને હક્કપત્રકો એનાયત કરાયા
તસ્વીર

ગુરુડેશ્વર તાલુકાના જંતર ગામ ખાતે આદિવાસીઓને કે જેઓ જંગલ વિસ્તારમાં જમીનો ઉપર કાયદેસર ખેતી કરતા આવ્યા હોય તેવા 80 જેટલા લાભાર્થીઓને માજી વન મંત્રી શબ્દશરણ તડવીના હસ્તે હક્કપત્રકો સનદો આપવામાં આવી હતી. જે પ્રસંગે ગામના સરપંચ મીનાબેન તડવી, ગરુડૈશવર તાલુકા ભાજપા પ્રમુખ શ્રવણભાઇ , જીલ્લા પંચાયત સદસય ઇશ્વર ભાઈ તડવી માજી સરપંચ નટુભાઈ તડવી, વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here