કાલોલના સણસોલી ગામમાં જુગાર રમતા પાંચ ખેલૈયાઓ ઝડપતી પોલીસ

સાથે રૂ.૧૨,૪૪૪૦/ નો મુદ્દામાલ પણ ઝડપી પાડતી પોલીસ

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલના સણસોલી ગામમાં જુગાર રમતા પાંચ ખેલૈયાઓ ઝડપતી પોલીસ
તસ્વીર

કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ એલ ડામોરને ગુરૂવારના રોજ બાતમી મળેલ કે કાલોલ તાલુકાના સણસોલી ગામમાં વચલા ભાગ ફળિયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં કેટલાક ઇસમો પૈસાથી પાના પત્તાનો હાર જીતનો જુગાર રમે છે. જેના આધારે સીની.પીએસઆઇ એમ.એલ.ડામોર અને પીએસઆઇ એલ.એ.પરમાર પોલીસ સ્ટાફ દ્વારા બાાતમી વાળી જગ્યાએ રેડ કરતા સ્ટ્રીટલાઇટના અજવાળામાં ગોળ કુંડાળું કરી પાના પત્તાનો હાર જીતનો જુગાર રમતાં પાંચ ઈસમોને જુગારના સાધનો સહિત ઝડપી પાડયા હતા જેઓની અંગજડતી માં રૂ ૭,૪૮૦/- તથા દાવ પરના રૂ. ૪,૯૬૦/- મળી કુલ રૂ ૧૨,૪૪૦/- નો મુદ્દામાલ પાડી પાંચ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here