કાલોલ બસ સ્ટેન્ડના ભરચક વિસ્તારમાંથી ૧,૧૦,૦૦૦/ ની ચીલઝડપ… સીસીટીવીમાં દ્રશ્યો થયા કેદ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ભર બપોરે બેંકમાંથી નાણાં ઉપાડી બસ માં જતા મુસાફર નાં નાણાં ની પાસબુકો સહિતની રોડક રકમ ની થેલી બે અજાણ્યા ઈસમોએ ચીલઝડપ કરી લેતા ચકચાર મચી જવા પામી છે. શુક્રવારે ઘોઘંબા તાલુકાના શેરપુરા ગામના ૪૦ વર્ષીય પ્રવિણસિંહ બળવંતસિંહ પરમાર કે જેઓ કાલોલ સ્થિત પંચમહાલ સ્ટીલ માં છેલ્લા ૧૫ વર્ષ થી નોકરી કરે છે અને સાથે સાથે ખેતી પણ કરે છે તેઓ શુક્રવારે પોતાના પત્ની પોતાની એમ કુલ મળી ૧૦ જેટલી પાસબુક લઈ બેંક ઓફ બરોડા કાલોલ ખાતેથી પોતાના ખાતામાંથી ખેતી કામ માટે જરૂર હોઈ ૧,૧૦,૦૦૦/ રૂપિયા ઉપાડીને થેલી માં મૂકી થેલી કાંડા પર વિટાળી બેંક ઓફ બરોડા કાલોલ શાખામાંથી ચાલતા ચાલતા મસ્જીદ, ભાથીજી મંદિર થઈ વેજલપુર જવા માટે કાલોલ બસ સ્ટેન્ડ તરફ જતા હતા તે સમયે બસ સ્ટેન્ડ પાસે હોટલ પાસેથી પસાર થતાં તેઓના બરડાના પાછળના ભાગે ખંજવાળ આવતી હોવાનું જણાવતા નજીકમાં એક માણસ આવીને તેઓને કહેલ કે તમારી પાછળ કીડીઓ છે તે બાદ તેઓ ચાલતા ચાલતા બસ સ્ટેન્ડમાં આવેલી કેન્ટીન પાસે જઈ પાણીનો બોટલ લઈ શર્ટ કાઢી પાણીથી શર્ટ ધોયેલ તેમ છતાં પણ તેઓને ખંજવાળ આવતી હોવાથી તેઓ કેન્ટીન પાસે આવેલ કેન્ટીન પાસે ફ્રીજ ઉપર પોતાના નાણાંની થેલી મૂકી શર્ટ અને બનીયાન કાઢેલ તે સમયે બપોરના દોઢેક વાગ્યાના સુમારે તેઓની પાસે છ ફૂટ ઊંચો મજબૂત બધાનો ઈસમ આવીને કેન્ટીનમાંથી પાણીની બોટલ લાવી તેઓને પાછળ પાણી રેડી ધોવડાવતો હતો પોતાનુ શર્ટ સાફ કર્યા બાદ પાણી રેડતા બન્ને ઈસમો ત્યાં જોવા મળેલ નહિ અને પ્રવીણસિંહે રૂપિયા અને પાસબુકો ભરેલી થેલી પણ ફ્રીઝ ઉપર જોવા ન મળતાં તેઓએ બુમાબુમ કરી હતી જે અંગેની ફરીયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે અજાણ્યા બે ઈસમો સામે ગુનો દાખલ કરી સીસીટીવી કેમેરા જોઈ વધુ તપાસ પીએસઆઈ જે ડી તરાલે શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here