છોટાઉદેપુર : મીઠીબોર ચેક પો.સ્ટ ખાતેથી બોલેરો મેક્ષ પીક અપ ગાડીમાં શાકભાજીની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડતી ઝોઝ પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

ભારતીય બનાવટના વિદેશી દારૂ ગોઆ સ્પીરીટ ઓફ સ્મૂથનેશ વ્હીસ્કીના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૧,૩૯૨ ની કુલ કિં.રૂ.૧,૫૩,૧૨૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૪,૦૦૦/- તથા રોકડા રૂ.૨,૦૧૦/- તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ બોલેરો મેક્ષ (પીક-અપ) ગાડીની કિં.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કીંમત રૂપિયા ૪,૫૯,૧૩૦/- નો ગે.કા. મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝડપાયા

વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા આર.વી.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં આગામી લોકસભાની ચુંટણી આવતી હોય જેથી જીલ્લામાં પ્રોહીબિશનને નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જિલ્લાના તમામ થાણા અમલદારઓને પ્રોહીની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.

જે આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ
પી.એચ.વસાવા પોલીસ ઈન્સ્પકેટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહીબીશનની કામગીરી અનુસંધાને ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેર્ટોલીંગમાં હતા અને મીઠીબોર આંતર રાજ્ય ચેક-પોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મેળવી બાતમી હકીકતના આધારે મોજે મીઠીબોર ગામે ચેકપોસ્ટ ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂ ગોઆ સ્પીરીટ ઓફ સ્મૂથનેશ વ્હીસ્કી ના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૧,૩૯૨ ની કુલ કિ.રૂ.૧,૫૩,૧૨૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૪,૦૦૦/- તથા રોકડા રૂ.૨,૦૧૦/- તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ બોલેરો મેક્ષ (પીક-અપ) ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કીંમત રૂપિયા ૪,૫૯,૧૩૦/- ના ગેર કાયદેશરના પ્રોહી મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી કરવામા આવેલ છે.

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ:-
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂ ગોઆ સ્પીરીટ ઓફ સ્મૂથનેશ વ્હીસ્કી ના પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ- ૧,૩૯૨ ની કુલ કિ.રૂ.૧,૫૩,૧૨૦/-
(૨) એક ભુરા કલરનો વીવો કંપનીનો ટચ સ્ક્રીન જેની ડીસ્પ્લે તુટી ગયેલ છે. જે મોબાઇલની કિ.રૂ.૪,૦૦૦/- (
૩) બન્ને આરોપીઓ પાસેથી જુદા-જુદા દરની ચલણી નોટો રોકડા રૂ.૨,૦૧૦/-
(૪) એક સફેદ કલરની મહીન્દ્રા કંપનીની બોલેરો મેક્ષ(પીક-અપ) ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર MP-10-G- 0980 ની પ્લેટ લગાડેલ છે જે મહીંદ્રા કંપનીની બોલેરો ગાડી ની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/-
પકડાયેલ આરોપીઓ:-
(૧) ઇશ્મલ માનસિંહ પચાયા ઉ.વ.૨૩ રહે.બેહડવા આંબા ફળીયા તા.જીલ્લો.અલીરાજપુર (મધ્યપ્રદેશ) મો.નં.૭૮૨૮૦૪૭૭૯૦
(૨) મહેશભાઈ કૈલાશભાઇ ચૌહાણ ઉ.વ.૨૧ રહે.અકોલા તા.કઠીવાડા જીલ્લો.અલીરાજપુર (મઘ્યપ્રદેશ) પકડવાના બાકી આરોપીઓ:-
(૧)જીતેન કનેશ રહે.બોરખડ તા.જીલ્લો.અલીરાજપુર (૨) પ્રોહી મુદ્દામાલ મંગાવનાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here