કાલોલ તાલુકાના જંત્રાલ ગામમા જુગાર રમતા ૧૧ ઈસમોની અટકાયત કરતી કાલોલ પોલીસ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

ગુજરાત રાજ્યમાં દારૂ અને જુગારની બદી ડામવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ નહીં સુચના અને માર્ગદર્શન મુજબ કાલોલ પોલીસના સિનિયર પીએસઆઇ એમ એલ ડામોર પેટ્રોલિંગમાં હતા ત્યારે ગુરુવારે રાત્રે તેઓને બાતમી મળેલ કે જંત્રાલ ગામમાં ઝારા હરિજનવાસ માં ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું કરી કેટલાક ઈસમો પાના પત્તાનો જુગાર રમતા હોવાની બાતમી મળે થી પી. એસ. આઈ કે. એચ કારેણા અને સ્ટાફ સાથે જંત્રાલ ગામમાં રેઇડ કરતા બાતમી વાળા સ્થળે સ્ટ્રીટ લાઈટ ના અજવાળા માં પાના પત્તા નો પૈસા ની હારજીત નો જુગાર રમતા (૧) દશરથ ગણપતિ પરમાર રે.મેવલી તા સાવલી(૨) અર્જુનભાઈ ચંદ્રસિંહ ગોહિલ રે જંત્રાલ (૩) નરેશભાઈ રમણભાઈ ચૌહાણ રે. જંત્રાલ (૪) સંજય કુમાર ઈશ્વર ભાઈ રાવળ રે. જંત્રાલ (૫) ગીરવતસિંહ રમણભાઈ પરમાર રે ચોરિયાના મુવાડા તા સાવલી (૬) ઉપેન્દ્રસિંહ દેશી પરમાર રે.આંકલિયા(૭) ધર્મેન્દ્રસિંહ ઉદયસિંહ સોલંકી રે.આંકલિયા(૮) રોહિત ભાઈ સોમાભાઈ નાયક ઝારા ફળીયા જંત્રાલ (૯) ધર્મેન્દ્રસિંહ લાલ પરમાર ચોરીયાના મુવાડા તા સાવલી(૧૦) વિજયકુમાર દલપતસિંહ પરમાર ઝારા ફળિયા જંત્રાલ (૧૧) હિતેશકુમાર દેવેન્દ્રસિંહ પરમાર રે. આંકલિયા એમ ૧૧ ઈસમોની જુગાર ના સાધનો સહિત અટકાયત કરી દાવ પરના રૂપિયા ૪૪૭૦/ તથા અંગ દઝાડતી ના રૂપિયા ૧૦,૦૯૦/ મળી કુલ રૂ ૧૪,૫૬૦/નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here