અમદાવાદ વસ્ત્રાપુરના એ-વન મોલમાં નિયમોનું ઉલ્લંધન કરાતા કોર્પોરેશને સીલ કર્યુ.

આશિક પઠાણ(રાજપીપળા)

અમદાવાદ વસ્ત્રાપુરના એવન મોલમાં નિયમોનું ઉલ્લંધન કરાતા કોર્પોરેશને સીલ કર્યુ

માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસીંગનો કોઇ પાલન કરાતુ ન હોવાનું ધ્યાને આવતાં મોલને સીલ કરાતા ખળભળ

A one Mall

અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ એવન મોલ આજરોજ સીલ કરવાની કામગીરી અમદાવાદ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવતા નિયમોનુ ચુસ્તપણે પાલન ન કરતા અને વેપાર ઉધોગ કરતા લોકોમા ભારે ફફડાટ ફેલાયો છે. વસ્ત્રાપુર ખાતેના મોલના જનરલ મેનેજરને નોટીસ આપી એપેડેમીક એકટની જોગવાઈઓના ઉલ્લંધન મામલે મોલને સીલ કરવાનુ સપષટ પણે જણાવ્યું હતું. એપેડીમીક એકટની જોગવાઇનું ઉલ્લધન કરી વેપાર વાણીજય પ્રવૃતિ કરી / કરાવી કોરોના વાયરસનો ફેલાવા કરેલ હોવાથી હવે કોરીના સંક્રમણની શક્યતાઓ વધેલ હોવાથી વાણીજ્ય પ્રવૃતી બંધ કરી ધંધા સ્થળે સીલ કરવા આથી તમોને નોટીસ આપી જાણ કરવામાં આવે છે નુ નોટીસમા જણાવતાં મોલ સત્તાવાળાઓમા દોડધામ મચી હતી. કોર્પોરેશને આપેલી નોટીસમા જણાવ્યાનુસાર હાલના સમયમાં સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીથી સંપડાયેલ છે. જેનો ફેલાવાનો વ્યાપ ઘટાડી શકાય અને લોકોને મહામારીના આ ભરડામાંથી બચાવી શકાય તે હેતુથી વખતો વખત તેથી લોકડાઉના તબક્કા જારી કરવામાં આવેલ હતા પરંતુ ત્યારબાદ જે તે સમયની પરીસ્થીતીઓને ધ્યાનમાં લઇ અમુક ચોકકસ શરતોને આધીન વ્યાપાર વાણીજ્ય પ્રવૃતીઓને અમુક ચોક્કસ સમય માટે વખતો વખત છુટછાટ આપવામાં આવેલ છે. સરકારશ્રી ગાઇડલાઇન્સ મુજબ હાલના કોઇપણ વાણીજ્ય પ્રવૃતી દરમિયાન માલીક, કર્મચારી કે ગ્રાહકોએ સતત માસ્ક પહેરવું ફરજીયાત છે. તથા કામની જગ્યાએ અને જાહેર જગ્યાએ બે વ્યક્તીઓ વચ્ચે યથા યોગ્ય અંતર જાળવવું જરૂરી છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી આપના મોલમાં પ્રવેશતા મુલાકાતીઓ દ્વારા મુખ્ય આબે શરતો અને નિયમોનું પાલન થતુ નહી હોવાનું ધ્યાન ઉપર આવેલ છે. તથા તમો પણ અમલીકરણ અને નિયમોના પાલન કરાવવામાં સરેયામ નિરફળ ગયા હોય તેવું સ્પષ્ટ માલુમ પડેલ છે. આપના મોલમાં આવતાં મુલાકાતીઓની સંખ્યાને ધ્યાનમાં લેતા આસંજોગોમાં આ જાહેર જગ્યા ઉપર કોરોના વાયરસના સંક્રમણની સંભાવનાઓ અનેક ગણી વધી જાય છે.

જેને ધ્યાને લઇ તાકીદના ધોરણે …. (૧) આ મોલની તમામ વાણીજ્ય પ્રવૃતી હાલ તુરંત મુલ્લવી રાખી, વાણીજ્ય પ્રવૃતી બંધ કરાવી મોલ પ્રિમાઈસીસમાં અવરજવર.આ મતલબની નોટીસ ફટકારી મોલને સીલ મારવામાં આવ્યુ હતુ બંધ કરવા માટે મોલ આરોગ્ય વિભાગનું સીલ મારી બંધ કરવા હુકમ કરવમાં આવે છે. (૨) સમગ્ર મોલ ડીસ્ટન્ટેક્ટ કરી અત્રે જાણ કરવી, (૩) મોલના એક્ટીવ કર્મચારીઓ જેવા કે સિક્યુરીટી ગાર્ડસ, હાઉસ કિપીગ સ્ટાફના કોરોના અંગેનો રેપીડ ટેસ્ટ કરાવી અત્રે જાણ કરવી, (૪) મેઇન્ટેનન્સ અને હાઉસ કિપીગ સિવાયના કોઇપણ વ્યક્તિને કોઇપણ જગ્યાએથી પ્રવેશ આપવો નહી. (૫) આ પ્રકારે કોવિઠ-૧૯ ના નિયમોનો ભંગ હવે પછી ભવિષ્યમાં થાય નહી તે અંગેની બાંયધરી આપવી અને અને તે અંગેની કરેલ આયોજનની લેખિત જાણ કરવાની રહેશે. (૬) પંડાકીય એકમને મારેલ સીલ અ.મ્યુ.કો.ની સક્ષમ સત્તાની પુર્વ મંજુરી મેળવીનેજ ખોલવું. મંજુરી સિવાય સીલ ખોલવામાં આવશે કે કોઇપણ પ્રકારની વાણીજ્ય પ્રવૃતી આ મોલમાં થતી જોવા મળશે તો એપેડેમીક એક્ટ મુજબ ફોજદારી ગુન્હો નોંધવામાં આવશે જેની સ્પષ્ટપણે નોંધ લેશો. આ મતલબની નોટીસ ફટકારી મોલને સીલ મારવામાં આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here