46 ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મની આજે ચકાસણીમા સરપંચો અને સભ્યોની સેવાસદનમાં જામી મેદની…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી:-

સોસીયલ ડિસ્ટન્ટના સેવાસદનમાં ધજાગરા

નસવાડી સેવાસદાનમાં આજે 46 ગ્રામ પંચાયત ની ચટણીના ફોર્મ ચકાસણી ની કામગીરી ચાલી રહીછે જેમાં 46 ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં ફોર્મ ભરેલા ઉમેદવારો ની મોટી માત્રામાં ભીડ જામી હતી અને કોરોના ની બીમારીના એંધાણ આવી રહ્યા છે અને ગુજરાતમાં કોરોના એ પગ પેસારો કર્યો છે એવા મૌખિક સમાચાર મળી રહ્યા છે અને હાલ ઓમીક્રોન નામનો વાયરસ હાલમાં આવ્યો છે જેને લઈ પ્રજા ચિંતિત છે અને સેવાસદન ના અધિકારીઓ ની બેદરકારી સામે આવી રહી છે એનું કારણ એકજ છે કે સેવાસદન ના અધિકારીઓએ સોસીયલ ડિસ્ટન્ટ જાળવવું જોઈએ અને માસ્ક પણ ફરજીયાત કરવા જોઈએ પણ ચૂંટણીની કામગીરીના લીધે અધિકારીઓ આ બધુ ભૂલી ગયા હોય એમ લાગેછે અને ચેતતો નર સદા સુખી એ કહેવત ને સાકાર કરવા માટે અધિકારીઓ ધ્યાન આપે અને સોસીયલ ડિસ્ટન્ટ જાળવે અને સરકારની ગાઈડ લાઈન નું પાલન કરે એવું લોક ચર્ચા માં સાંભળવા મળ્યું હતું અને લોકો કઈ રીતે સેવાસદાનમાં ઉભા રહ્યા છે ફોર્મ ચકાસનણીમાં એ તસ્વીરમાં નજરે પડે છે ચૂંટણીના ફોર્મ ભરવા માટે પણ લોકો બહુ મોટી ભીડ માં જોવા મળ્યા હતા પરંતુ આ નવા વાયરસ નું નામ સાંભળતાની સાથેજ લોકો માં ભય જોવા મળ્યો છે અને નસવાડી ના ગામ લોકોમાં ચિંતા જોવા મળી છે કે જો આ પરિસ્થિતિ રહી તો એ દિવસો દૂર નથી કે કોરોનાનો શિકાર કોઈ નિર્દોષ વ્યક્તિ થાય તો ભલે ચૂંટણી થાય પણ સરકારની ગાઈડ લાઈન નું પાલન થાય એવી નસવાડી નગરમાં ચર્ચાઓ ચાલી રહી છે ફોર્મ ચકાસણી માં હજુ ચોક્કસ માહિતી બહાર આવી નથી પણ ચકાસણી ની પ્રક્રિયા ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here