બાકરોલ શાળાના કર્મનિષ્ઠ શિક્ષક દિનેશભાઈ પ્રજાપતિનો ઇનોવેટીવ પેડાગોજી આધારિત પ્રોજેક્ટ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ-બાકરોલ પ્રાથમિક શાળાનું ગૌરવ. વિદ્યા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્યભરના શિક્ષકોના ઇનોવેટીવ પેડાગોજી આધારિત છ હજાર કરતા વધુ પ્રોજેક્ટમાંથી શ્રેષ્ઠ પંદર પ્રોજેક્ટ પૈકી કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક દિનેશભાઈ પ્રજાપતિનો પ્રોજેક્ટ રાજ્યકક્ષાએ પસંદગી પામી બાકરોલ પ્રાથમિક શાળાનું અને પંચમહાલ જિલ્લાનું રાજ્યકક્ષાએ ગૌરવ વધાર્યું છે. રાજ્યકક્ષાએ પસંદગી પામેલ આ પંદર પ્રોજેક્ટ દીક્ષા એપ્લિકેશન ના માધ્યમથી ચૌદમી માર્ચ સુધીમાં વધુમાં વધુ જોવાઈને વધુ રેટિંગ દ્વારા મૂલ્યાંકન થઈને ત્રણ શ્રેષ્ઠ પ્રોજેક્ટ રાજ્ય દ્વારા રાષ્ટ્ર કક્ષાએ મોકલવામાં આવશે અને મૂલ્યાંકનના આધારે રાષ્ટ્ર કક્ષાએ શ્રેષ્ઠ ત્રણ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવશે.ઈનોવેટિવ પેડાગોજી એટલે કે શિક્ષણશાસ્ત્ર,ભણાવવાની પદ્ધતિઓ-અભ્યાસ આધારિત.શિક્ષણક્ષેત્રે પ્રશંસનીય કામગીરી બદલ દિનેશભાઇ પ્રજાપતિને બાકરોલ શાળા પરિવાર, પંચમહાલ જિલ્લા ડાયેટ પરિવાર તેમજ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શુભેચ્છા સહ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here