૩૬મી નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તા.૧૨ મીથી તા.૧૬ મી સુધી જિલ્લા, તાલુકા અને શાળાકક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા સેવાસદન ગોધરા ખાતે કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં ઉજવણીના સુચારા આયોજન અંગે યોજાઈ બેઠક

જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાવાસીઓને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા કર્યો અનુરોધ

જિલ્લાની ૧૮૪૩ શાળાઓ અને ૩૪ કોલેજોમાં વિવિધ રમતોનું આયોજન અને જાગૃતિ અભિયાન કેમ્પેઈન હાથ ધરાશે

૩૬મી નેશનલ ગેમ્સના કરાયેલા આયોજનના ભાગરૂપે જિલ્લા કક્ષાએ “નેશનલ ગેમ્સ” અંગે હાથ ધરાયેલા જાગૃતિ અભિયાનના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં ૧૨મી સપ્ટેમ્બરથી તા.૧૬ મી સપ્ટેમ્બર,૨૦૨૨ સુધી પંચમહાલ જિલ્લાની કુલ ૧૮૪૩ શાળાઓ જેમાં ૧૫૨૫ પ્રાથમિક શાળાઓ અને ૩૧૮ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તથા ૩૪ કોલેજોમાં વિવિધ રમતોના આયોજન અને જાગૃતિ અભિયાન અંતર્ગત કેમ્પેઈન યોજાશે.

જિલ્લામાં આગામી ૧૨ સપ્ટેમ્બરના રોજ સવારે ૯.૩૦ વાગ્યે શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો કોલેજ/યુનિવર્સિટી ગેમ્સ, ૧૩ સપ્ટેમ્બરના રોજ એમ.એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ, શ્રી સરકારી વિનયન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મોરવા હડફ અને એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હાલોલ ખાતે વિવિધ રમતોનું આયોજન તથા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી સુજલ માયાત્રાએ ખાસ અનુરોધ કર્યો છે કે ઉક્ત દિવસો દરમિયાન જિલ્લા-તાલુકા અને શાળા કક્ષાએ યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ગોધરા શહેરવાસીઓ ઉપરાંત પંચમહાલ જિલ્લાવાસીઓ, આગેવાનો, સરપંચશ્રીઓ/પૂર્વ સરપંચશ્રીઓ,સામાજિક કાર્યકર્તાઓ,બહેનો સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહીને તેનો લાભ લેવા જિલ્લા વહિવટીતંત્ર તરફથી જાહેર આમંત્રણ પાઠવી ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here