૨૯ સપ્ટેમ્બરથી ગુજરાતમાં યોજાનાર નેશનલ ગેમ્સમાં હોકીમાં ભાગ લેશે અરવલ્લીના ૫ ખેલાડીઓ

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

૩૬મી નેશનલ ગેમ્સમાં ગુજરાતનું નામ રોશન કરશે અરવલ્લીના ૫ રમતવીરો

ભારતની રમતમાં મોટામાં મોટી ગણી શકાય તેવી ઇવેન્ટ નેશનલ ગેમ્સ તા.૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોમ્બર ૨૦૨૨ ના રોજ ગુજરાત રાજ્યમાં રમાશે. જેમાં આખા ભારતના ૭૦૦૦ ખેલાડીઓ ભાગ લેશે. આ રમતોત્સવમાં ૩૬ અલગ અલગ રમત ૬ જિલ્લામાં રમાશે. જેમાં હોકી રમતનું આયોજન રાજકોટ શહેર માં થનાર છે જેમાં ગુજરાત રાજ્યની હોકી રમતમાં અરવલ્લી જિલ્લાના 5 ખેલાડીનો સમાવેશ થયેલ છે.

હોકી રમતમાં બહેનોમાં કશીશ પટેલ, સાક્ષી કુમારી સિંઘ, પ્રિયા દિવાકર, વૃષ્ટિ પટેલ અને ભાઈઓમાં રૂચિત પટેલ પસંદગી પામ્યા છે આ ૫ ખેલાડી અરવલ્લી જિલ્લાના મોડાસાના વતની છે.આ ખેલાડી છેલ્લા ૫ વર્ષથી હોકી મેદાન જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં કોચ શશી દિવાકર જોડે વૈજ્ઞાનિક ઢબે તાલીમ લે છે.આ ખેલાડી છેલ્લા ૫ વર્ષ થી સવાર સાંજ ૬ કલાક નિયમિત હોકીની તાલીમ લે છે.
આ ખેલાડીની તાલીમમાં ફિટનેશનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને અલગથી ફિટનેશ તાલીમ આપવામાં આવે છે.

આશા છે કે ખેલાડીઓની આ મહેનત રંગ લાવશે અને તેઓ જિલ્લા, રાજ્ય અને દેશનું નામ રોશન કરશે. સમગ્ર અરવલ્લી જિલ્લો આ તમામ ખેલાડીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here