અરવલ્લી જિલ્લામાં બાયડ અને ધનસુરા ખાતે પ્રાંત કક્ષાના રમત-ગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

Celebrating Unity through Sports” થીમ હેઠળ ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગત જિલ્લામાં લોકોનો ઉત્સાહ વધારવા આ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી જિલ્લાના બાયડ અને ધનસુરા ખાતે પ્વિદ્યાર્થીઓમાં ખેલ માટે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રાંત કક્ષાના રમત-ગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.”Celebrating Unity through Sports” થીમ હેઠળ આજનો કાર્યક્રમ યોજાયો.
બાયડ અને ધનસુરા ખાતે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રસ્સાખેંચ, ગોળાફેંક, કબડ્ડી, દોડ જેવી અનેક રમતોમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ગુજરાતનો દરેક ખેલાડી આ નેશનલ ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે ઊંચા જુસ્સા સાથે સજ્જ છે. ખેલાડીઓની તૈયારી અને સરકારની જવાબદારીના સંગમથી ખેલકૂદ ક્ષેત્રે ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકાશે. સ્પોર્ટસમાં રસ ધરાવતા ગુજરાતનાં દરેક રમતવીરને ગુણવત્તાયુક્ત સુવિધાઓ પ્રાપ્ત કરાવવા માટે રાજ્ય સરકાર તેમની પડખે ઊભી છે.નેશનલ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતો માટે વધુ સજ્જ બનવાના છે.રાજ્યભરમાં ઉત્સાહ-ઉમંગનું વાતાવરણ વધુ ઊજાગર કરવાનું પણ સુગ્રથિત આયોજન કરવામાં આવેલું છે.

આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી અમિત પરમાર, કોલેજના ટ્રસ્ટીશ્રીઓ અને રમતગમત વિભાગના અધિકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here