હોળી, ધુળેટીના તહેવારોને અનુલક્ષી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જાહેરસ્થળોએ તેમજ જાહેર રસ્તા ઉપર આવતા-જતા રાહદારીઓ અને વાહનો ઉપર રંગ, કાદવ કે પાણી નાંખવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો

પંચમહાલ જિલ્લામાં આગામી દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન જાહેર જનતાને અડચણ, ત્રાસ કે ઈજા ન થાય તેમ જ જાહેર સુલેહ-શાંતિનો ભંગ ન થાય તે હેતુથી ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની કલમ-34 હેઠળ હેઠળ મળેલ અધિકારની રૂએ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા જાહેર સ્થળો તેમજ જાહેર રસ્તાઓ ઉપર આવતા-જતા રાહદારીઓ તથા વાહનો ઉપર કાદવ-કિચડ, રંગો, રંગ મિશ્રિત પાણી, તૈલી પદાર્થો, કેમિકલયુક્ત પાવડરોના ઉપયોગને પ્રતિબંધિત કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ હુકમ હેઠળ જિલ્લામાં કોઈ પણ જાહેર સ્થળોએ કોઈપણ પ્રકારના હોળી-ધૂળેટી નિમિત્તે મનોરંજન માટેના સાંસ્કૃતિક કાર્યક્રમ કે ધાર્મિક મેળાઓનું આયોજન કરી શકાશે નહીં. જાહેર રસ્તા અને જાહેર સ્થળોએ હોળી-ધૂળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા કે બીજા કોઈ ઈરાદાસર જાહેર રસ્તા ઉપર આવતા જતા રાહદારીઓ કે વાહનચાલકોને રોકવા ઉપર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ – 51 થી 60 અને ભારતીય દંડ સંહિતાની કલમ- 188 હેઠળ શિક્ષાને પાત્ર ગણાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here