પંચમહાલ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને સ્ક્રીનિંગ કમિટીની રચના

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-


ચૂંટણી દરમિયાન રોકડ, માલ સામાનની જપ્તીના કેસોની તપાસ અને જપ્તી અંગે નિર્ણય કરશે

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ભારતીય ચૂંટણી પંચ દ્વારા 125-મોરવા હડફ (અ.જ.જા.) વિધાનસભાની પેટા ચૂંટણી-2021 અંગે જાહેરાત થતા જ જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી પંચમહાલ દ્વારા આદર્શ આચારસંહિતના ચુસ્ત અમલીકરણ માટે તથા ખર્ચ દેખરેખ સહિતના નિયંત્રણ માટે FST/SST વગેરે ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ ટીમો દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ માલ-સામાનની જપ્તીની કાર્યવાહી કરવામાં આવે તેવા કેસોમાં કરેલી જપ્તીના દરેક કેસની તપાસ કરવા તથા તપાસ દરમિયાન આવી માલ-સામાન અને રોકડ છૂટી કરવા લોકોને સાચી વ્યક્તિઓને અગવડ ન પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી પંચમહાલના અધ્યક્ષસ્થાને સ્ક્રિનીંગ કમિટીની રચના કરવામાં આવી છે, જે આવા કેસોમાં તાત્કાલિક પગલા લેશે. આ સમિતી તમામ કેસોને જોશે અને જપ્તી અંગેનો નિર્ણય લેશે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here