સિદ્ધપુર હાઈવે મધ્યે અકસ્માત નિવારવા હાઈટવાળા કર્બન તેમજ લોખંડની જાળીઓ ફિટ કરવા માંગ…

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

એક-બે દિવસ અગાઉ બનાવાયેલ સિમેન્ટ કર્બન ને તોડી હાઈવે ઓળંગવા રસ્તાઓ બનાવી દેવાયા..!!

અકસ્માત નિવારવા બિંદુ સરોવરથી ગંગોત્રી હોટલ સુધી ખળી ચાર રસ્તા પાસે બનાવેલા છે એવા હાઈટ વાળા કર્બન બનાવવા જરૂરી….

સિદ્ધપુર હાઈવે ઉપર આડેધડ રસ્તો ઓળંગવા જતા ભૂતકાળમાં અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે.આથી આવા અકસ્માતો રોકવા તેમજ નવા સિક્સલેન હાઈવે પર બનાવાયેલા કર્બન તોડી શોર્ટકટ બનતા રોકવા સિદ્ધપુરના સિક્સલેન મધ્યે સિમેન્ટથી બનાવાયેલા કર્બન(ડિવાઈડર)ને હાઈટ વાળા બનાવવા તેમજ બિંદુ સરોવરથી ગંગોત્રી હોટલ સુધી કર્બન(ડિવાઈડર)ની સાથોસાથ લોખંડની જાળી ઓ ફિટ કરવામાં આવે એવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.
મહેસાણા-પાલનપુર હાઈવેને વલ્ડબેન્ક ગ્રાન્ટ દ્વારા સિક્સલેન બનાવાઈ રહ્યો છે.સિદ્ધપુર મધ્યે પસાર થતા હાઈવેને ઓળંગવા આ અગાઉ વ્હાલા દ વ્હાલા નીતિ અખત્યાર કરી આડેધડ અનેક રસ્તાઓ બનાવાઈ દેવાયા હતા.આથી હાઈવે પર પસાર થતા વાહનો અને હાઈવે ઓળંગતા વાહનો,રાહદારીઓ વચ્ચે ગંભીર અકસ્માતોના અનેક કિસ્સાઓ બનતા હતા. પરંતુ હવે જ્યારે વલ્ડ બેન્ક ના અનુભવી કન્સલ્ટન્ટો ના માર્ગદર્શન હેઠળ તેમની આગવી સૂઝબૂઝ અને સુયોગ્ય પ્લાન મુજબ સિક્સલેનની કામગીરી થઈ રહી હોવાથી અગાઉ હાઈવે ઓળંગવા બનાવાયેલ ગેરકાયદેસર રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે.આથી હાઈવે પર પસાર થતા તમામ વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.આમ થવાથી હવે શહેરના હાઈવે પર અકસ્માત નું પ્રમાણ પણ ઘટશે તે ચોક્કસ છે. પરંતુ આ સિક્સલેનમાં બનાવાયેલા કર્બન કેટલાય લોકોને આંખમાં કણા ની માફક ખટકી રહ્યા હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.આથી કેટલાક લોકોએ ધંધાકીય લાભ ખાટવા તો કેટલાક લોકોએ શોર્ટકટ અપનાવવા આ હાઈવે મધ્યે સિમેન્ટના બનાયેલા કર્બનને તોડી બિન્દાસપણે રસ્તાઓ બનાવી દીધા હોવાનું જાણવા મળેલ છે.આવી રીતે જીવ ના જોખમે હાઈવે રસ્તો ઓળંગવાથી ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાતી હોય છે.આમ છતાય લોકો આવો શોર્ટકટ અપનાવતા દ્રષ્ટિગોચર થતા હોય છે.અત્રે ઉલ્લેખનીય છે કે એક-બે દિવસ અગાઉ જ બનાવાયેલ આવા કર્બનને ઠેર-ઠેર તોડી રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થવા પામી છે.જોકે આ અંગે મહેસાણા સ્ટેટ રોડ પ્રોજકટના ઈજનેરનું ધ્યાન દોરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે ત્યારે સિદ્ધપુરનો હાઈવે આગામી સમયે અકસ્માતથી રક્ત રંજીત ના બને તે માટે હાઈવે મધ્યે બનાવાયેલા કર્બન(ડિવાઈડર)ને ખળી ચાર રસ્તા પાસે બનાવાયેલ છે તેવા હાઈટવાળા બનાવવામાં આવે તેમજ બિન્દુ સરોવરથી ગંગોત્રી હોટલ સુધી હાઈવે મધ્યે લોખંડની જાળીઓ ફિટ કરવામાં આવે તે ઈચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here