હાલોલ : જયદ્રથસિંહ પરમાર ફરી ઉમેદવાર બનતા જાબુઘોડામાં ફટાકડા ફોડાયા

હાલોલ, (પંચમહાલ) ચારણ એસ વી :-

વિધાનસભા બેઠક ઉપર ફરી એકવાર જયદ્રથસિંહ પરમારના નામ ઉપર પાર્ટી દ્વારા મહોર વાગતા જાંબુઘોડા નગરમાં ભાજપ કાર્યકર્તાઓ ખુશી ની લાગણી થી ફટાકડા ફોડીને પૂર્વ ધારાસભ્યને આવકાર્યા. પ્રાપ્ત માહિતી મુજબ હાલ વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે અને દરેક વિધાનસભાના ભાજપના ઉમેદવારોની યાદી એક પછી એક બહાર પાડી ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે કેટલીક જગ્યાઓ ઉપર નવા ચહેરાઓ ચૂંટણી જંગ માટે ઝંપલાવી રહ્યા હોય ત્યારે કેટલીક જગ્યાઓ ઉપર પાર્ટી દ્વારા જુના ચહેરાઓને રીપીટ કરવામાં આવ્યા ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે જેઠાભાઇ ભરવાડ, મોરવા (હ) નિમિષાબેન સુથાર, ગોધરા સી.કે.રાઉલજી, કાલોલ ફતેસિંહ ચૌહાણ, હાલોલ ખાતે જયદ્રસિંહજી પરમાર તેમજ પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભાના ઉમેદવારોના નામોની જાહેરાત થતા જાંબુઘોડા ભારતીય જનતા પાર્ટી દ્વારા જયદ્રસિંહજી પરમાર સહિત પંચમહાલની પાંચ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના પાંચે ઉમેદવારોને વધાવી જાંબુઘોડામાં ફટાકડા ફોડી ૧૨૮ હાલોલ જાંબુઘોડા વિધાનસભાના ઉમેદવાર અને પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય જયદ્રસિંહજી પરમારના નામની જાહેરાત થતા ભાજપ કાર્યકર્તાઓ ખુશ ખુશાલ થઈ જાબુધોડા મા ફટાકડા ફોડી શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here