શહેરા : ઉમરેઠ ગામની ૩૭ વર્ષીય મહિલાની હત્યા કરેલ લાસ શહેરા તાલુકાના વિશ્વનાથ મંદિર પહેલા આવેલ નાળિયામાંથી મળી આવી…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

હાથ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી મરણ જનારે કરતા ૧૬ મી જૂનના રોજ મોહયુદ્દીન દ્વારા તેણીનું અપહરણ કરવામાં આવ્યું હતું

પોલીસે ગાડીના ચાલકને ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા સમગ્ર બનાવની હકીકત બહાર આવી

મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના ઉમરેઠ ગામના પીપળીયા ભાગોળ કસ્બા વિસ્તારમાં રહેતા ૩૭ વર્ષીય બીલકીશબાનું ઝહિરમીયા મલેકે મોહયુદ્દીન ઉર્ફે કાલુ અલ્લાઉદ્દીન ચૌહાણને હાથ ઉછીના રૂપિયા આપ્યા હતા. આ હાથ ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી બીલકિસબાનુએ કરતા ૧૬મી જૂનના રોજ મોહયુદ્દીન દ્વારા તેણીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે ગાડીના ચાલક શાહીલ કાળુભાઇ ચૌહાણને પકડી પાડી બીલકીશબાનું અંગે પૂછપરછ કરતા શરૂઆતમાં ગલ્લા તલ્લા કરવા લાગ્યો અને ગોળ ગોળ જવાબ આપતા પોલીસે લાલ આંખ કરતા તેણે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અંતરિયાળ ગામમાં આવેલા મંદિર પાસે બીલકિસબાનુની હત્યા કરી લાશ સંતાડી દીધી હોવાની કેફિયત રજુ કરી હતી. આથી ઉમરેઠ પોલીસ અને શહેરા પોલીસ પી.આઈ નંદલાલ પ્રજાપતિ,પો.સ.ઈ જે.કે.ભરવાડ,પો.સ.ઈ. કે.પી ઝાલા અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સાથે લાવેલા ગાડીના ચાલકને પૂછતાં તેણે વિશ્વનાથ મંદિર પહેલાં માર્ગની નીચેથી પસાર થતાં નાળિયામા નાખવામાં આવેલા ભૂંગરામાં બીલકિસબાનુનો સંતાડેલો મૃતદેહ બતાવ્યો હતો. નોંધનીય છે કે ત્યાંથી પસાર થતા લોકોને પણ સ્વપ્ને ખ્યાલ ન હોય કે નીચે આ રીતે મૃતદેહ સંતાડેલો હશે. હત્યારની મંછા તો એવી જ હશે કે જે ખૂની ખેલને અંજામ આપ્યો છે તેની કોઈ ને ખબર નહી પડે પણ તમામ ગણતરી તેઓની ઊંઘી પડી ગઈ હતી. બનાવના પગલે આસપાસમાં થી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.પોલીસે પંચનામું કરી મૃતદેહને શહેરા સરકારી દવાખાને મોકલી આપ્યો હતો.અને એફ.એસ.એલ ને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here