હળવદ મામલતદારને સાઉન્ડ એન્ડ સ્ટેઝ આર્ટીસ દ્વારા અપાયું આવેદનપત્ર…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

કોરોનાની મહામારીમા રાજ્ય સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

આજરોજ હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદના કલાકારો અને તેમના સાંજીદાઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કે રાજ્ય સરકારને મદદરૂપ થવા અપિલ કરવામાં આવી હતી.

હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીને પગલે લોકોની આર્થિક પરિસ્થિતિ પર મોટો ફટકો પડયો છે ત્યારે આજરોજ હળવદ મામલતદાર કચેરી ખાતે સાઉન્ડ એન્ડ સ્ટેજ આર્ટીસ હળવદ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તેમા જણાવ્યું હતું કે કોરોનાની મહામારીને લીધે અમારા સાઉન્ડ તથા સંગીત, કલાકારો, સાજીંદાઓના ધંધાને પૂરેપૂરી નુકસાની છે ઓપરેટરોના પગાર પણ ચુકવવા પડે છે તેમજ હજુ અંદાજે પાંચથી છ મહિના સુધી અમારા ધંધા ખુલશે નહીં જેથી રાજ્ય સરકાર દ્વારા આવી પરિસ્થિતિમાં જો સરકાર તરફથી કોઈપણ પ્રકારની સહાય જેવી કે ધંધાકીય લોનમાં હપ્તા કે વ્યાજ દરમા રાહત કે અન્ય આર્થિક સહાય મળે તો અમારું એસોસીએશન ટકી શકે તેમ છે જેથી રાજ્ય સરકાર દ્વારા અમોને સહાય કરવામાં આવે તેવી અમારી માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here