સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલ ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડકોર્ટ પ્રવાસીઓ માટે પુન:ખૂલ્લા મૂકાયા

કેવડીયા કોલોની,(નર્મદા)
આશિક પઠાણ

કોવિડ 19 ના નિયમો નુ ચુસ્ત પાલન સાથે પ્રવાસીઓ ને પ્રવેશ અપાયા

એકતા એક્ષપરેસ જોય ટ્રેન વિશેષ આકર્ષણ બન્યુ

વિશ્રવ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલ ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કને ટ્રાયલ રન પર શનિવારથી પુન:શરૂ કરાયું છે તેની સાથોસાથ એકતા મોલ અને ફૂડકોર્ટ પ્રવાસીઓ માટે સરકારશ્રીની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા સાથે ૧૦ મી ઓક્ટોબર, ૨૦૨૦ ને શનિવારના રોજ પુન: ખૂલ્લા મૂકાયા છે.

ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના ફેસેલીટી મેનેજરશ્રી પ્રતિક માથુરે જણાયું હતું કે, નોવેલ કોરોનાની મહામારી ને લીધે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક લોકડાઉનને લીધે ૬ મહિનાથી બંધ હતાં, પરંતુ આજથી પુન:શરૂ કરાયા છે, જેમાં પ્રવાસીઓએ Soutickets.in પર ઓનલાઇન ટીકિટ બુકીંગ કરાવવાની રહેશે. ઓનલાઇન ટીકિટ બુકીંગ કરાવેલ હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે. કોવીડ-૧૯ ને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને ૧૦ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવશે. એક સ્લોટ એક કલાકનો રહેશે, જેમાં એક સ્લોટમાં ૪૦ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે તેમજ ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કનો સમય સવારે ૧૦:૩૦ થી સાંજના ૮:૩૦ સુધીનો રહેશે. જેમાં ૧૫ વર્ષથી નીચેના બાળકો માટે રૂા.૧૨૫ અને ૧૫ થી વધુ વય ધરાવતા પ્રવાસીઓ માટે રૂા.૨૦૦ પ્રવેશ ટીકીટ દર નક્કી કરાયાં છે, તેની સથોસાથ દરેક પ્રવાસીઓએ કોવીડ-૧૯ ને અનુલક્ષીને માસ્ક પહેરવા, સેનીટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ફરજીયાત કરવાનુ રહેશે. તેમજ પ્રવાસી માટે ટેમ્પરેચર અને હેન્ડ ગ્લોઝની વ્યવસ્થા કરાઇ હોવાનું શ્રી માથુરે ઉમેર્યુ હતું.

પ્રથમ દિવસે ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કની મુલાકાત લેનાર મુંબઇની પ્રવાસી વ્હીલચેર બ્લોગર સુશ્રી પરમિન્દર ચાવલાએ પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, હુ દેશના અલગ અલગ રાજ્યોમાં પ્રવાસ કરી રહી છુ. લોકડાઉનનાં લીધે કયાંય બહાર જઇ શકાયુ ન હતુ, પરંતુ મનમાં એવી ઇચ્છા હતી કે, કેવડીયા ખાતેના આ પ્રવાસન પરીસરની મુલાકાત લેવી છે. તો આજે ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કમાં બાળકોને પૌષ્ટિક આહાર ની સાથે જુદી જુદી ગેમ્સનાં માધ્યમ થકી જ્ઞાન પણ વધે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુલાકાતથી હું અંત્યત ખુશી અનુભવાની સાથોસાથ દરેક લોકોને આ સ્થળોની મુલાકાત લેવા તેમણે જણાવ્યું હતુ. તેવી જ રીતે વડોદરાના પ્રવાસી મુલાકાતી શ્રી રાજેશભાઇ તિવારીએ કહ્યું હતું કે, લોકડાઉનના સમયમાં ઘરે જ હતાં, પરંતુ આજે ચિલ્ડ્રન ન્યુટ્રેશન પાર્કમાં બાળકો અને અમને પણ ખુબ જ મજા આવી અને અહીં તમામ વ્યવસ્થા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કની મુલાકાત દરમિયાન એકતા એક્સપ્રેસ જોય ટ્રેનમાં બેસીને ફલ શાકમ ગ્રહમ, પાયોનગરી, અન્નપુર્ણા, પોષણપૂરમ અને સ્વસ્થ ભારતમ જેવા પાંચ જેટલા સ્ટેશનો ખાતે રોકાણ કરીને જે તે સ્ટેશન ખાતે ન્યુટ્રીશન માટે ડિસ્પ્લે કરાયેલી બાબતોની વિશેષ જાણકારી મેળવવાં ઉપરાંત બાળકો માટેની ગેમઝોન, ન્યુટ્રીહન્ટમાં વિવિધ ગેમ્સમાં ફુટબોલ, વર્ચ્યુઅલ બાઇસીકલ રેસીંગ, ભૂલ ભૂલૈયા સિનેમા સહિતના બાળકોના મનોરંજન માટેના નીત નવી અસંખ્ય ગેમ્સના વિભાગોની પણ પ્રવાસીઓએ આનંદની લાગણી સાથે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.તેની સાથોસાથ એકતા મોલ અને એકતા ફુડકોર્ટની મુલાકાત પણ પ્રવાસીઓએ લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here