કાલોલના સ્થાનિક પત્રકાર સાથે તુમાખીભર્યું વર્તન કરી ધમકીઓ આપતા વિસ્તરણ અધિકારીની તાનાશાહીના વિરૂધ્ધમાં રજૂઆત

કાલોલ,(પંચમહાલ)

કાલોલ તાલુકા પંચાયત ખાતે (વિસ્તરણ અધિકારી પંચાયત વેજલપુર) તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ દલાભાઈ પણદા દ્વારા આજ રોજ સોમવારે કાલોલના એક સ્થાનિક પત્રકાર સાથે સામાન્ય માહિતી મેળવવા બાબતે તુમાખી ભર્યું વર્તન કરતા પત્રકાર દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી આપી ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી હોવાનું જાણવા મળ્યું છે અરજીની વિગત મુજબ તાલુકાના એક ગામના રહીશની માતાના આવાસ બાબતે આ અધિકારી વારંવાર ધક્કા ખવડાવી યોગ્ય જવાબો આપતા ન હોવાથી સ્થાનિક પત્રકારને આવાસ બાબતે વાતચીત કરતાં પત્રકારને માહિતી મેળવી આપવા વિનંતી કરતા તેઓ જવાબદાર અધિકારીને મળવા કાલોલ તાલુકા પંચાયતની કચેરીમાં પહોંચ્યા હતા. જયા જવાબદાર અધિકારીએ,” તને કોઈ માહિતી નહીં મળે તારાથી જે થાય તે કરી લે જે પેપરમાં છાપવુ હોય તેમા છાપી દે કોઈ મારું કશું બગાડી શકવાના નથી “તેમ કહીને ગંદી ગાળો બોલી ઓફિસ માંથી નીકળી જવા ધમકી આપી તો ફરીવાર ઓફિસમાં આવ્યો છું તો ટાટીયા તોડી નાખીશ કેમ કહી ધક્કા મારીને બહાર કાઢ્યો મુકેલ અને ફરિવાર ઓફિસમાં દેખાઈ તો તારુ ખૂન કરી નાખીશ એમ કહ્યુ હોવાના લેખીત આક્ષેપો સહિતની લેખિત રજૂઆત કાલોલ સહિત ગોધરા પોલીસ અધિકારીઓને મોકલી આપી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અધિકારીના ગેરવર્તનનો મોબાઈલમાં વિડીયો ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવેલો પરંતુ મોબાઇલ ફોન પણ અધિકારીએ ઝૂંટવી લીધો હોવાનું જાણવા મળ્યું છે જે પછી પરત આપી દીધેલો તેમ છતાં પણ બીજા મોબાઈલથી આ ઘટનાનો કેટલાક અંશો રેકોર્ડ કર્યા હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર ઘટના અંગે કાલોલ તાલુકા વિકાસ અધિકારીને પણ માહિતગાર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે મીડિયાના માણસો સાથે અધિકારીનું વર્તન અશોભનીય અને નિંદનીય હોય તેમના વિરુદ્ધ તમામ કાયદેસર કાર્યવાહી કરવા કાલોલના મીડિયા દ્વારા માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here