ડીસામાં લોકડાઉનના લીધે ૧ મહિના બાદ મીઠાઈઓની દુકાનો ખુલતા પડેલો માલ ગ્રાહકોને પધરાવાશે…!!?

ફૂડ વિભાગે તપાસ કરી બગડેલો મીઠાઈ અને ફરસણનો જથ્થી નાસ કરવો જોઇએ

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ચેન તોડવા માટે અગાઉ વેપારીઓએ ૧૫ દિવસનું સ્વેચ્છાએ લોકડાઉન જાહેર કર્યું હતું. ત્યાર બાદ સરકારે રાત્રી કહ્યું અને લોકડાઉન જાહેર કકરતાં છેલ્લા ૧ મહિનાથી મીઠાઈ અને ફરસણની દુકાનો બંધ હતી. જેના લીધે કેટલીક મીઠાઇઓ અને ફ૨સણનો જથ્થો બગડી ગયો છે. ત્યારે આજથી સરકારે ત્રણ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપતા મીઠાઈઓના વેપારીઓ પડેલા માલનું વેચાણ કરતા જેના લીધે કેટલાક લોકોને ફુડપોઈઝન પણ થઈ શકે છે.

ડીસા શહેરમાં જુના શાકમાર્કેટ, જલારામ મંદિર સામે, પશુ બજાર, ગાંધીજીની પ્રતિમા પાસે, લેખરાજ ચાર રસ્તા સહિત અન્ય વિસ્તારોમાં અનેક મીઠાઈ અને ફરસણોની દુકાન આવેલી છે. અને આ તમામ દુકાનો છેલ્લા એકાદ મહિનાથી બંધ હતી અને આ તમામ દુકાનોમાં મોટા પ્રમાણોમાં માવા માંથી બનેલી વિવિધ મીઠાઈઓ અને ફ૨સણનો જથ્થો પડ્યો હતો. જો કે શુક્રવારથી સરકારે સવારે ૯ થી ૩ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપતા ડીસામાં પણ મીઠાઈ અને ફરસણની દુકાનો ખુલ્લી ગઈ હતી. જો કે દુકાન દારોએ બગડેલા જથ્થાનો યોગ્ય રીતે નાશ કરવાના બદલે વેચાણ શરૂ કરતા આ મીઠાઈઈ અને ફરસાણ આરોગ્યાથી લોકોને ફુડપોઈઝન પણ થઈ શકે છે. જેથી આ મામલે બનાસકાંઠા ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી બગડેલા જથ્થાનો નાશ કરી વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તતેવી માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here