બોડેલી તાલુકાના ચિખોદ્રા ગામે ખેતી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારની 7 વર્ષની દીકરીને કેન્સર થતા સોશિયલ મીડિયા થકી મદદ માટે ગુહાર લગાવી…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચિખોદ્રા ગામે ખેતી કામ કરતા ભરતસિંહ પરમાર અને પારુલબેનને એક દીકરો અને એક દીકરી છે.7 વર્ષની દીકરી ડેન્સી ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે.ભણવામાં ખુબ હોશિયાર દીકરી ડેન્સી સિક્લસેલથી પીડાય છે.તેના માતાપિતા બંને છોકરાઓને સારી રીતે કાળજી રાખી પાલન કરે છે.ગત મહિને દીકરી ડેન્સીને અચાનક લોહીની ઉલ્ટી થતા માતાપિતા તેને અટલાદરા સ્થિત એચસીજી કેન્સર હોસ્પિટલ વડોદરા લઇ ગયા.હોસ્પિટલના નિષ્ણાત તબીબ દિવ્યેશ પટેલ ઘ્વારા રિપોર્ટ કાઢી ચકાસણી કરતા ડેન્સીને બ્લડ કેન્સર નીકળ્યું.આ સાંભળતા જ પિતા ભરતસિંહ અને માતા પારુલબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ.તેઓની ખુશખુશાલ જિંદગીમાં ભૂચાલ આવી જતા થોડા સ્વસ્થ થઈને ડોક્ટર દિવ્યેશભાઈ સાથે તેની ટ્રીટમેન્ટ અંગે પૂછતા અંદાજે 35 લાખ જેટલો બોર્નમેડોનો ખર્ચ થશે તેમ જણાવ્યું.ખેતી કરીને જીવન ગુજારતા ભરતસિંહ હિમ્મત હારી ગયા.પરંતુ માતા પારુલબેને હિમ્મત ન હારતા તેઓએ દીકરી ડેન્સી માટે સગાવ્હાલા અને આજુબાજુના ગામોમાં મદદ માટેના બોર્ડ છપાવી મદદ માટે ગુહાર કરી.ગુજરાત સરકારને પણ સોસીયલ મીડિયાના માધ્યમથી મદદ કરવા વિનંતી કરતા સોસીયલ મીડિયાના માધ્યમથી મદદ કરવા લોકો તૈયાર થયા છે.તેમ પારુલબેને જણાવ્યું હતું.પરંતુ ખર્ચ મોટો હોવાથી તેઓએ દીકરી ડેન્સી માટે લોકો તેમની મદદે આવે તેવો વિડિઓ પણ તેમને સોસીયલ મીડિયામાં મુક્યો છે.લોકો તેમને મદદ પણ કરી રહ્યા છે તેમ માતા પારુલબેને જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here