સુશાસન સપ્તાહ અંતર્ગત આજે પંચમહાલ જિલ્લામાં ઓનલાઈન રોજગાર ભરતી મેળાનું આયોજન…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

રાજ્યભરમાં ઉજવાઈ રહેલા સુશાસન સપ્તાહ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ વિવિધ લોકકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે શ્રેણીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ અને આઇ.ટી.આઇ ગોધરાનાં સંયુક્ત ઉપક્રમે તા.૩૦/૧૨/૨૦૨૧નાં રોજ બપોરે ૦૧:૦૦ કલાકે ઉમેદવારો માટે ઓનલાઇન ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો તથા એપ્રેન્ટિસશીપ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક માટે ધો.૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ, અનુભવી, બિન-અનુભવી તેમજ ગ્રેજ્યુએટ, લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તક તથા એપ્રેન્ટિસશીપની તક આપવામાં આવશે. આ ભરતી મેળામાં પંચમહાલ જીલ્લાનાં નોકરીદાતા દ્વારા મશીન ઓપરેટર, હેલ્પર, સેલ્સ-એક્ઝિક્યુટિવ, ટેલિકોલર, ઓફિસ એક્ઝિક્યુટિવ, ટ્રેઈની જેવી જગ્યાઓ તથા એપ્રેન્ટિસશીપની તક માટે ઉપરોકત જણાવેલ અભ્યાસ ધરાવતા 18 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા મહિલા તથા પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉમેદવારોએ ઓનલાઈન જોબફેરમાં ભાગ લેવા માટે ગૂગલ મીટ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે. ઓનલાઈન જોબ ફેર લિંક https://meet.google.com/jch-mymt-iedનો ઉપયોગ કરવાનો રહેશે. ઉક્ત ઓનલાઇન ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો તથા એપ્રેન્ટિસશીપ ભરતી મેળામાં લાભ લેવા રોજગાર અધિકારીશ્રીએ અખબારીયાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here