સુરત શહેરના તેરાપંથ ભવનમાં અગ્રવાલ સમાજને શરમમાં મુકનારી ઘટના બની, 50 વર્ષના આધેડે 9 વર્ષની સાથે કર્યા અડપલાં…

સુરત,દિપ મહેતા :-

સુરત: સમાજમાં વિકૃતિ એટલી હદે વધી ગઈ છે કે હવે લોકો ઉંમર, સ્થળનું પણ ભાન રાખતા નથી. સુરતના ઘોડદોડ રોડ પર અગ્રવાલ સમાજમાં એક ખૂબ જ શરમજનક ઘટના બની ગઈ છે. અગ્રવાલ સમાજમાં વહુ-દીકરીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આ સમાજ દ્વારા સ્ત્રીઓનું ખૂબ જ સન્માન કરવામાં આવે છે ત્યારે સુરતના ઘોડદોડ રોડ પર તેરાપંથ ભવન ખાતે એક જાહેર કાર્યક્રમમાં આધેડ ઉંમરના નરાધમે 9 વર્ષની બે માસૂમ બાળકીઓ સાથે ખૂબ જ શરમજનક હરકત કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે આધેડ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

લગ્ન પ્રસંગમાં વૃદ્ધે 9 વર્ષની બાળકીના ગુપ્ત ભાગ પર અડપલાં કરતા બાળકી રડતી રડતી તેના પેરેન્ટ્સ પાસે દોડી ગઈ હતી
બાળકીની ફરિયાદ સાંભળી માતા-પિતાએ હોબાળો મચાવ્યો હતો, સીસીટીવી ફૂટેજ ચેક કરાતા 50 વર્ષના આધેડની કરતૂત સામે આવી હતી
સીસીટીવી ફૂટેજના આધારે ભવંરલાલ જૈન નામના આધેડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.
તેરાપંથ ભવનમાં સિટીલાઇટ ખાતે લગ્નમાં ભવરલાલ જૈન દ્વારા નવ વર્ષની બાળકીની છેડતી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક બાળકીની પણ છેડતી કરી હતી. તેમાં નવ વર્ષની બાળકીના ગુપ્ત ભાગે અડપલાં કરતાં આ બાળકી ચાલુ લગ્ન સમારંભમાં તેનાં માતા-પિતા પાસે રડતી દોડી ગઇ હતી. આ બાળકીની વાત સાંભળીને તેનાં મા-બાપ દોડી ગયાં હતાં. તેરાપંથ ભવનના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં ભવરલાલ જૈન નામનો પચાસ વર્ષનો આધેડ વેપારી બાળકીઓની છેડતી કરતા જોવા મળ્યો હતો.
તેણે પ્રથમ એક બાળકીને પકડી છેડતી કરી હતી. બાદ આ નવ વર્ષની બાળકીને પકડી કુચેષ્ટા કરી હતી. આમ સીસીટીવી કેમેરામાં આ વેપારી બે બાળકીની છેડતી કરતા દેખાયો હતો. એક બાળકી તો તેની ચુંગાલમાં ફસાઇ ગઇ હતી. સીસીટીવી કેમેરામાં બાળકીના ગુપ્ત ભાગે છેડતી કરતો ભવરલાલ જૈન સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. દરમિયાન ગુરુવારે રાત્રે લગ્નમાં હાજર લોકોએ ભવરલાલ જૈનને બરાબરનો મેથીપાક આપ્યો હતો. ભવરલાલ જૈન બે બાળકનો પિતા છે અને કાપડ બજારનો વેપારી છે. ઉમરા પીઆઇ ડી.કે.પટેલે સાહેબે જણાવ્યું કે, હાલમાં તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here