સુરત શહેરના ગાર્ડન ગ્રુપ સંચાલિત જિંદગી જીવદયા અભિયાન લોકડાઉન જેવા કપરા સમયમાં જરૂરતમંદોની વ્હારે આવ્યું…

સુરત,

પ્રવાસી પ્રતિનિધિ,

કોરોના વાઇરસનાં પ્રકોપનાં કારણે લોકડાઉંન જેવી દયનીય પરિસ્થિતિમાં સુરત શહેરના ગાડૅન ગુપ સંચાલિત જિંદગી જીવદયા અભિયાનનાં નવ યુવાનો ગરીબોની મદદે આવી માનવતાની મહેંક પ્રસરાવી રહ્યા છે


સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાઇરસનો ભય છે ત્યારે સુરત શહેરના જિંદગી જીવદયા અભિયાન દ્વારા રોજ હજારો લોકો સુધી જમવાનું પહોંચાડી રહ્યા છે. જે લોકોને આવી કપરી પરિસ્થિતિમાં જમાનાનું નથી મળી રહ્યુ એવા લોકોને રોજ બે સમયનું પેટ ભરીને જમવાની વ્યવસ્થા કરી છે..
ત્યાર બાદ જિંદગી જીવદયા અભિયાનના દિપભાઇ મહેતા એ જણાયું છે કે જયાં સુધી લોકડાઉંન ખતમ નહીં થાય ત્યાં સુધી લોકોને જમવાનું તથા અનાજની કીટ પણ જરૂરમંદ વક્તિ ને આપવામાં આવશે. તથા ગાડૅન ગુપ દ્વારા રોજના 5000 થી 10.000 લોકો માટે જમવાની ની સુવિધા કરી છે તેમજ અત્યાર સુધી 3500 થી 4000 અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને આગળના સમયે પણ કરતા રહશે. ગાડૅન ગુપ દ્વારા પી.એમ. ફન્ડં મા એક લાખ રૂપિયા સાહાય માટે આપવામાં આવ્યા છે. અને આમારા ન્યુઝ પેપરના માધ્યમ થી દિપભાઇ મહેતા એ એક ખાસ સંદેશો સુરત શહેરની જનતા માટે આપ્યો છે કે ઘરમાં રહો સુરક્ષિત રહો. તથા તમને કોઈ પણ વસ્તુ ની જરૂર હોય તો અમારો સંપર્ક કરો…..
દિપભાઇ મહેતા: +91-9328666766.
હષૅભાઇ મહેતા: +91-9638776655

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here