કાલોલના ગધેડિયા ફળીયામાં આવેલ દબાણો પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાએ હટાવ્યા

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

અગાઉ બે વાર ગેરકાયદેસર રીતે દબાણ હટાવ્યા છે તેમ છતાં પણ વારંવાર દબાણ કરતા ઈસમ સામે નક્કર કાર્યવાહીની જરૂર

દબાણવાળી જગ્યા પર સરકારી આવાસ મંજુર કઈ રીતે થયું તે ચર્ચાનો વિષય

કાલોલના ગધેડીયા ફળિયામાં આવેલ સીટી સર્વે નં-૧૧૫ વાળું મકાન ધરાવતા માથાભારે તત્વો અને અન્યો દ્વારા મકાનની બાજુમાં જ નગરપાલિકાની જમીનમાં દબાણ કરીને બનાવેલ દબાણ જેથી ફળિયામાં આવવા જવાનો રસ્તો સાંકળો થઈ જતા ભારે અગવડો પડતા વધુમાં દબાણકર્તાએ ગટરલાઈન પણ પુરી દેતા ગટરનું ગંદુ પાણી
અન્ય લોકોના મકાનની બહાર જમા થાય છે અને ભારે દુર્ગંધ મારતા તે અંગેની રજૂઆત અરજદાર પરવેઝ મજીતભાઈ શેખે કાલોલ નગરપાલિકા, સિટી સર્વે ઓફિસ, જિલ્લા કલેક્ટર અને પોલીસ સ્ટેશનમાં ૨૦૧૮ ના વર્ષથી કરેલ હતી અને ભયાનક કોરોના લોક ડાઉન દબાણ કર્તા અને અરજદારના કુટુંબીઓ વચ્ચે આ બાબતે મારામારીના અને પથ્થરમારા બનાવો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યા હતા દબાણકર્તા અગાઉ દીવાલો પણ ગેરકાયદેસર રીતે બનાવેલી જે દીવાલો કલેક્ટર કચેરી ના હુકમો બાદ તોડી પાડવામાં આવી હતી.દબાણકર્તા ભારે ઝનુની અને જૂથબળ વાળા હોવાથી વારંવાર ઝગડો કરી મારી નાખવાની ધમકીઓ આપતા આ બાબતે કાલોલ નગરપાલિકા ને કલેક્ટર દ્વારા આદેશો આપવામાં આવ્યા પરંતું અગાઉ પોલીસ બંદોબસ્ત પરીક્ષા ને કારણે મળેલ નહોતો ત્યારબાદ બંદોબસ્ત મળેલ છે પણ સીટી સર્વે ના કર્મચારીઓ ઉપલબ્ધ નહોતા જેથી આજરોજ ગુરુવારે કાલોલ નગરપાલિકા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર, મુખ્ય એન્જિનિયર આરોગ્ય ટીમ કર્મચારીઓ, તથા કાલોલના મામલતદાર અને નાયબ મામલતદાર તથા કાલોલના સિનિયર પીએસઆઇ એમ.એલ ડામોર તથા પી.એસ.આઇ એલ.એ પરમાર ટાઉન બીટ જમાદાર ચંદનસિંહ તથા પોલીસ સ્ટાફ મહિલા કોન્સ્ટેબલ ના પૂરતા બંદોબસ્ત સાથે આ ગેરકાયદેસર દબાણ તોડવાનું શરૂ કરેલું જેસીબી દ્વારા ગેરકાયદેસર બનાવેલી દીવાલો તોડી ઉપર બનાવેલું પતરાનો શેડ અને કોલમ બીમ બનાવીને છોડી દીધેલા તે તમામ તોડવાનું શરૂ કરેલું જોકે દબાણ કર્તા દ્વારા કેટલાક કાગળો ની નકલ લઇને આવીને મામલતદારને રજૂઆત કરતાં વિરોધ કરેલો પરંતુ તેના વિરોધને અવગણીને દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી.દબાણ કર્તા ઝનૂની સ્વભાવના તેમજ માથાભારે હોય દબાણ દૂર થયા બાદ હિંસક ઝગડો થવાની શકયતા રહેશે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. આ દબાણ ને સૌ પ્રથમ પ્રકાશ માં
લાવનાર અરજદારો પૈકીના પરવેઝ મજીતભાઈ શેખ દ્વારા કાલોલ નગરપાલિકા તથા સંબધિત જીલ્લા કક્ષાએ છેલ્લા બે વર્ષથી રજૂઆતો કરી રહ્યા છે.આ જમીન ઉપર અબ્દુલસાલામ સતારભાઈ જરોદીયા એ ગેરકાયદેસર રીતે દબાણો કરેલ અને ગટર ની લાઈન ઉપર પણ બાંધકામ કરી દઈ સરિયામ રસ્તા ઉપર પણ દબાણ કરેલ હોવાનું બહાર આવતા ફરી એકવાર તોડી પાડવા મા આવ્યું છે. અમોને મળેલ માહિતી મુજબ આ દબાણો ની જગ્યા પર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ પણ મંજૂર કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે પ્રશ્ન ઉદ્ભવે છે કે ગેરકાયદેસર દબાણ કરતી જગ્યા ઉપર આવાસ કેવી રીતે મંજૂર થયું ? આમ ઘણા બધા પ્રશ્નો જવાબ માંગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here