સુરત શહેરના ઉધના પોલીસ મથકની હદમાં ધમધમતા જુગારધામ પર ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા..

સુરત, દિપ મહેતા :-

સુરત શહેર ઉધના પોલીસ તથા પી.સી.બી. ડી.સી.બી તથા એસ.ઓ.જી પોલીસના નાક નીચે ચાલતા જુગારધામ પર ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા…

ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.ટી.કામરીયા સાહેબના સીધા માર્ગદર્શન હેથળ પી.આઇ શ્રી આર.એસ.પટેલ સાહેબ દ્વારા “સુરત શહેર ઉધના, સંજયનગર ઝુપડપટ્ટી વિભાગ-૨ રોડ નંબર-૪ ખાડીના કિનારા પાસે રોડની સાઇડમાં પતરાના ખુલ્લા કંમ્પાઉન્ડની અંદર તથા તેની નજીકમાં બ્રીજ છોડી સંજયનગર ઝુંપડપટ્ટી વિભાગ-ર રોડ નંબર-૦ ખાડીના કિનારા પાસે લાકડા ઉપર તાડપત્રી બાંધી તેની નીચે ખુલ્લી જગ્યામાં એમ બંને જગ્યાએ ઇશાકઅલી ઉર્ફે ઇશાક સૈયદ રહે.ઉધના સંજયનગર જુપડપટ્ટી રોડ નંબર-૪, સુરત શહેર નો પોતાના અંગત ફાયદા સારૂ પોતાના મળતીયા માણસો રાખી પત્તા પાનાનો હાર જીતનો અંદર-બહારનો (તીરીયુ) જુગાર રમી-રમાડે છે.” તે માહિતી આધારે તા.૧૯/૦૩/૨૦૨૩ના રોજ રેઈડ કરી, કુલ ૨૪ ઇસમોને રોકડ રૂપિયા ૬,૫૯,૪૭૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૧૨,૯૫,૯૨૦/- નો મુદ્દામાલ કબજે કરી, પકડાયેલ ૨૪ આરોપીઓ તથા વોન્ટેડ ૧૭ આરોપીઓ વિરુદ્ધ સુરત શહેરના ઉધના પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here