છોટાઉદેપુર નગરના રોડ રસ્તાઓ પર પડેલા ખાડા ક્યારે પુરાશે.. !!? પ્રજા માંગે જવાબ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરમાં મુખ્ય માર્ગો ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. જે ઘણા સમયથી પૂરવામાં આવતા નથી. જ્યારે રાહદારીઓ કમર રહી ગઈ છે. સાથે સાથે વાહનોને નુકસાન થઈ રહ્યું છે પરંતુ ખાડા પૂરવામાં ન આવતા રસ્તા ઉપર કેમ કેમ જવું જે પ્રશ્ન પ્રજામાં ઉઠી રહ્યો છે. છોટાઉદેપુર નગરમાંથી સ્ટેટ હાઇવે 62 પસાર થાય છે. જેના ઉપર કસ્બા વિસ્તારમાં માણેક ચોકડી અધિક કલેકટર ના બંગલા સામે ક્લબ રોડ પાસે મોટા મોટા ખાડા પડી ગયા છે. જે ઘણા દિવસોથી પૂરવામાં આવતા નથી. જ્યારે વાહન ચાલકોને નુકસાન થઈ રહ્યું છે. જે અંગે તંત્રની ઊંઘ ઊડતી નથી.
નગરમાં 2 દિવસ પહેલા તા 11 ના રોજ રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જ્યારે નગરમાં આવેલ દરબારહોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ખૂટાલીયા ગ્રાઉન્ડ હેલીપેડથી જે રસ્તે મુખ્યમંત્રી નો કાફલો પસાર થવાનો હતો. એ રસ્તા ઉપર તાત્કાલિક ખાડા રાતોરાત પુરી દેવામાં આવ્યા હતા. અને સ્વચ્છ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ બીજા અન્ય રસ્તા બાકી રહી ગયા છે. જેના ખાડા પૂરવામાં આવ્યા નથી. શુ પ્રજા માટે સુવિધા કરવી તંત્રની ફરજમાં નથી આવતી? જે અંગે પ્રજા જવાબ માંગી રહી છે. મુખ્ય મંત્રી આવવાના હોય ત્યારે ઊચ્ચ અધિકારીઓ અને મંત્રીઓને સારું દેખાડવા ખાડા પુરી દેવામાં આવે તો શું પ્રજાનું કોઈ મહત્વ નથી. જેવા ઘણા બધા સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે.
છોટાઉદેપુર નગરમાં છેલ્લા ઘણા દિવસોથી ઠેર ઠેર જગ્યાએ ખાડા પડેલા છે. જ્યારે ચોમાસામાં રસ્તાઓની હાલત વધુ બિસમાર બની છે. જે અંગે રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. પરંતુ પ્રજાને પડતી તકલીફો અંગે તંત્રના પેટનું પાણી હલતું નથી. માત્ર ઊચ્ચ અધિકારીઓને સારું દેખાડવુ હોય અને જ્યારે કાર્યક્રમ હોય ત્યારે ખાડા પુરી દેવામાં આવે છે. પછી કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી. જે અંગે રોષ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો સ્ટેટ હાઇવે ન 62 અને નેશનલ હાઇવે ન 56 ઉપર પણ ઘણી જગ્યાએ ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. જે બાબતે તંત્ર દ્વારા કોઈ કાળજી લેવામાં આવતી નથી. જેથી પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here