બોડેલી તાલુકા હેલ્થ દ્વારા આયોજિત આશા સંમેલન કાર્યક્રમમાં આશા બહેનો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફન હેલ્થ ચેક અપ કરવામાં આવ્યો…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આરોગ્ય શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુર તથા તાલુકા હેલ્થ બોડેલી દ્વારા આયોજિત આશા સંમેલન કાર્યક્રમ તથા તમામ આશા બહેનો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફની એક નવીન પહેલ કરી હેલ્થ ચેક અપ કરવામાં આવ્યું હતું અને સાથે જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ રાઠવા તથા બોડેલી તાલુકા પંચાયત સદસ્ય હિતેશભાઈ કોળી અને જિલ્લા પંચાયત છોટાઉદેપર અધિકારી સી.ડી.એચ.ઓ ડૉ. સી બી ચોબિસા આર.સી.એચ.ઓ ડૉ એમ. ટી છારી ક્યુ.એ.એમ.ઓ ડૉ ભરત મેવાડા મનુસ્મૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના એન. ચંદ્રશેખર સુમનદીપ વિદ્યાપીઠના તજજ્ઞ ડોકટર ટીમ તથા બોડેલી તાલુકાના તમામ આરોગ્ય સ્ટાફની હાજરીમાં આશા સંમેલનનો સફળ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આશા બહેનો જે ઘરે ઘરે જઈને કામગીરી કરે છે તેઓની સારી કામગીરી તેમજ તેમની સી.ડી.એચ.ઓએ પણ પ્રસંશા કરી હતી અને જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ રાઠવા દ્વારા તમામ બહેનોએ કોરાનાના કપરા કાળમાં કરેલ કામગીરી તેમજ રોજ બરોજની થતી કામગીરીની પ્રશંસા કરી હતી તેમજ વર્ષ દરમ્યાન સારી કામગીરી કરેલ આશા બહેનોને પુરષ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતુ જેમાં પ્રથમ નંબરે નાયકા આશાબેન નવા ટીબરવા,દ્વિતીય નંબર ઠાકોર મનુબેન વી લઢોદ, તૃતીય નંબરે પરમાર સુરેખાબેન ગૌરાંગભાઈને પુરષ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અંતે ટી.એચ.ઓ બોડેલી ડૉ. જીગ્નેશ પટેલ દ્વારા આભાર વિધિ કરી કાયૅક્રમને સફળ બનાવ્યો હતો(ફોટો વિગત): આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાયો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here