સુરત : રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી દ્વારા સુરત શહેરના પુણા,ખટોદરા,રાંદેર તથા ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં ચાલતા દારૂના કાળા કારોબાર બંધ કરવવા ગૃહ રાજ્ય મંત્રીશ્રીને લેખીત રજુઆત કરવામાં આવી…

સુરત, દિપ મહેતા :-

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીની વાત હાલ સમસ્ત રાજ્ય સહિત દેશભરમા મજાક સમાન સાબિત થઈ રહી છે. થોડા સમય અગાઉ બોટાદના લઠ્ઠાકાંડએ અનેક લોકોનો ભોગ લીધો હતો, જેના કારણે સમગ્ર રાજ્યનું પોલીસ પ્રશાસન દારૂ વેંચતા બુટલેગરો પર તૂટી પડ્યું હતું.. તે સમયે એવો આભાસ થઈ રહ્યો હતો કે હવે ગુજરાત રાજ્ય સાચા અર્થે ગાંધીનું ગુજરાત બની જશે અને ગુજરાતમાં દારૂ વેચવો તો શું દારૂ પીવું પણ મુશ્કેલ બની જશે.. પરંતુ “સાંપ નીકળી ગયા અને લીસોટા રહી ગયા” ની કહેવતને સિદ્ધ કરવા બુટલેગરોએ શપથ લીધી હોય એમ ફરીથી ગાંધીના ગુજરાતમાં બુટલેગરો બેફામ બની ગયા છે.. અને પોલીસને હાથતાળી આપી અવનવી યુક્તિઓ ગોઠવી દારૂનું વેચાણ કરી રહ્યા છે. જે બાબતને લઈને રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના સુરત શહેર યુવા પ્રમુખ દિપભાઇ મહેતા તથા ગુજરાત પ્રદેશ લેબલ સેલ પ્રમુખ હિતેશભાઇ ધામેલિયા દ્વારા સુરત શહેરના ખટોદરા, પુણા, રાંદેર તથા ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં ઠેર ઠેર દેશી તથા વિદેશી દારૂના ધંધા ધમધમી રહ્યા હોવાની વાતને લઈને તેમજ નશાના આ કારોબારથી યુવા ધન બરબાદ થય રહ્યું હોવાની ફિકર ચિંતા સાથે તેના પર અંકુશ લાવવા આજરોજ ગુજરાત ગૃહ રાજ્ય મંત્રીને લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here