કાલોલ તાલુકાના યોગધામ મલાવ સ્થિત લકુલીશ આશ્રમ અને લાઈફ મિશનના પ્રણેતા યોગસ્વામી રાજર્ષિ મુની બ્રહ્મલીન થયા… મંગળવારે સવારે પ્રથમ મલાવ ખાતે અંતિમ દર્શન માટે હજારો ભાવિકો ઉમટયા… ભાવિકોની આંખોમાં ભાવભીના થયા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા:-

રાજર્ષિ મુનીને ૯૩ વર્ષની વયે સોમવારે રાત્રે હાર્ટએટેકની અસર: સવારે ત્રણ વાગ્યે વડોદરા હોસ્પિટલમાં દેહત્યાગ

રાજર્ષિ મુનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશના યોગરત્ન એવોર્ડ એનાયત કરાયો હતો

બ્રહ્મલીન યોગસ્વામીના સન્માનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી

કાલોલ તાલુકાના યોગધામ મલાવ ખાતે બ્રહ્મલીન યોગાચાર્ય કૃપાલ્વાનંદ મહારાજના અંતેવાસી અને યોગના ઉત્થાન માટે લકુલીશ આશ્રમના પ્રણેતા યોગસ્વામી રાજર્ષિ મુની મંગળવારે સવારે ત્રણ વાગ્યે બ્રહ્મલીન થયા હતા, ૯૩ વર્ષની વયે બ્રહ્મલીન બનેલા યોગસ્વામીના દેહત્યાગની જાણકારીને પગલે તેમના લાખો શ્રધ્ધાળુઓમાં ગમગીની છવાઇ હતી. યોગસ્વામીની તપોભૂમિ મલાવ હોવાથી સ્વામીના યોગદેહને અંતિમ દર્શન માટે સૌપ્રથમ મલાવ સ્થિત લકુલીશ આશ્રમ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં હજારો ભાવિકો આંખમાં આંસુઓ સાથે ઉમટી પડ્યા હતા અને અંતિમ દર્શનનો લાભ લીધો હતો. જેમના યોગ મહિમાસભર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે યોગસ્વામી રાજર્ષિ મુનીની તપોભૂમિ મલાવ રહી છે અને મલાવ ખાતે જ તેમને યોગાચાર્ય કૃપાલ્વાનંદ મહારાજની નિશ્રામાં લકુલીશ આશ્રમ, લાઈફ મિશન કેન્દ્રો અને ભારત દેશની સૌપ્રથમ યોગ યુનિવર્સિટીની સ્થાપના પણ મલાવ ખાતે શરૂ કરી હતી. રાજર્ષિ મુનીની યોગશૈલી અને સાધના ઉચ્ચતર હોવાથી વિશ્વ વિખ્યાત બનતા અનેક દેશોમાં પ્રચલિત બનતા લકુલીશ ફાઉન્ડેશનના માધ્યમથી યોગ મહિમા વધાર્યો હતો જે મહિમસભર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌપ્રથમ યોગ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજર્ષિ મુનીએ મલાવ ઉપરાંત કાયાવરોહણ, ઝાખડ અને હરદ્વારમાં યોગ આશ્રમ, યોગ વિદ્યાલય અને યોગ ઇન્સ્ટીટયુટ સ્થાપિત કરીને યોગ મહિમા વધાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા શ્રાવણ માસની ગુરુપૂર્ણિમાએ યોગસ્વામી રાજર્ષિ મુની દ્વારા ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે નવનિર્મિત એવા લકુલીશ યોગ વિદ્યાલય અને લકુલીશ ઈન્સટીયુટ ઓફ યોગ એમ બન્ને સંકુલોના ઉદ્ધાટન પણ‌ કર્યું હતું. તદ્ઉપરાંત ગુરુપૂર્ણિમાના ઉત્સવની ઉજવણી હરદ્વાર સ્થિત ગંગા નદીના કિનારે આવેલા યોગ આશ્રમ ખાતે રાખવામાં આવી છે, જેથી બન્ને પાવનકારી પ્રસંગે યોગસ્વામી રાજર્ષિ મુનીના સાનિધ્ય અને દર્શન માટે કાલોલ તાલુકાના ત્રણ હજારથી વધુ ભક્તો પણ હરદ્વારમાં પહોંચીને દેશ વિદેશના અનેક શિષ્યોએ ભવ્ય રીતે ગુરૂ પૂર્ણિમાના ઉત્સવની ઉજવણી કરી હતી.

યોગસ્વામીનો જીવન પરિચય:

જન્મ: સાપર (પોરબંદર)
મૂળ નામ: યશવંતસિંહજી જાડેજા (રાજવંશ)
માતાપિતા: દેવીસિહજી સામંતસિંહજી જાડેજા અને મોંઘીબા દેવીસિહજી
અભ્યાસ: ઈતિહાસમાં એમ.એ
સર્વિસ: વર્ગ ૧ અધિકારી- જુનાગઢ
યોગ ગુરુ: કૃપાલ્વાનંદ મહારાજ (મલાવ)
યોગ દિક્ષા: ૧૯/૦૨/૧૯૭૧
તપોભૂમિ: મલાવ
યોગ કાર્ય:
૧) કૃપાલુ આશ્રમ- મલાવ
૨) વિજય દર્શન યોગાશ્રમ- અસા, ભરૂચ
૩) યોગ તીર્થ આશ્રમ- કાયાવરોહણ
૪) રાજ રાજેશ્વરધામ- જાખડ
૫) કજેકા યોગાશ્રમ- કજેકા
૬) લકુલીશ યોગ આશ્રમ: હરિદ્વાર
૭) લકુલીશ યોગ એન્ડ હેલ્થ ઇન્સ્ટીટયુટ- લોસ એન્જેલસ
૮) લકુલીશ યોગ યુનિવર્સિટી- અમદાવાદ

સિદ્ધિઓ :

યોગ સાધના અને યોગ વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯માં ભારત યોગ રત્ન એવોર્ડ એનાયત કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here