સુરત, દિપ મહેતા :-
ગુજરાત પોલીસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના એન.એસ.ઝાલા સાહેબને બાતમી હકિકત મળેલ કે, “”સુરત જીલ્લાના પલસાણા તાલુકાના નિયોલ ગામના નવા ફળીયા હળપતિવાસમાં જાહેરમાં શકુબેન નિરંજનભાઇ રાઠોડ નાઓ પોતે તેમજ પોતાના મળતીયા માણસો રાખી, બીનઅધિકૃત રીતે ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે/કરાવે છે.”.” તે માહિતી આધારે તા.૨૪/૧૧/૨૦૨૨ ના રોજ રેઈડ કરી, ભારતીય બનાવટનો વિદેશીદારૂ, કુલ કિં.રૂ.૨૫,૦૪૦/- તથા અન્ય મળી કુલ રૂપિયા ૩૬,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી, પકડાયેલ ૦૨ આરોપીઓ તથા વોન્ટેડ ૦૧ આરોપી વિરુધ્ધ સુરત ગ્રામ્ય જીલ્લાના કડોદરા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.