સુરત : અશફાકુલ્લાહખાન ઉર્દૂ પ્રા.શાળામાં નિરિક્ષક હાજી શોએબ સાહેબને શાલ ઓઢાડી સન્માનિત કરાયા

સુરત, આસિફ ધંત્યા (ગોધરા) :-

સુરત શહેરની ઉર્દૂ માધ્યમની પ્રતિષ્ઠિત શાળા એવી અશફાકુલ્લાહ ખાન ઉર્દૂ પ્રાથમિક શાળામાં આજ રોજ નિરિક્ષક હાજી શોએબ સાહેબની શાળા મુલાકાત દરમિયાન શાળાના મુખ્ય શિક્ષક શેખ ઝહુર સર દ્વારા પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.
આજની શાળા મુલાકાત દરમિયાન હાજી શોએબ સાહેબ દ્વારા મુખ્ય શિક્ષક તથા શિક્ષક ગણ સાથે બાળકોના અભ્યાસ તથા સર્વાંગી વિકાસને ધ્યાને લઇ ખૂબ જ ઉપયોગી તથા રસપ્રદ માહિતી અપાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here