રાજપીપળા નગરપાલીકા દ્વારા રખડતા ઢોરો પાંજરે પુરવાની જગ્યાએ જંગલમાં છોડવાનો નિર્ણય કેમ કરાયો..!??

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રખડતા ઢોરો ના માલિકો ને દંડ સહિત ની રકમ વસૂલવાની અને ઢોરો પાંજરાપોળ માં પુરવાની સુચના અપાઈ અને ઢોરો જંગલ મા છોડાયા!!!

છેલ્લાં બે દિવસ માં 9 રખડતા ઢોરો નગર માથી પકડાયા – બોરિદ્રા નાં 10 ઇસમો ને ઢોર પકડવાની કામગીરી સોંપાઈ

ગુજરાત સરકાર ના પુર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ને રખડતા ઢોર દ્વારા અડફેટે લેવાતા સમગ્ર રાજ્ય મા રખડતા ઢોરો નો પ્રશ્ન ચકડોળે ચડ્યો છે, રાજ્ય ના અનેક શહેરો માં રખડતા ઢોરો પાંજરે પુરવા ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રાજપીપળા નગરપાલિકા એ પણ નગર મા રખડતા ઢોરો નો ભારે ત્રાસ હોય ઢોરો ના માલિકો ને સુચના આપી જો ઢોરો છુટ્ટા મુકાશે તો તેને પકડી પાંજરાપોળ માં પુરવાની સાથે દંડ પણ ફટકારવામાં આવશે ની જાહેરાત કરી હતી,અને વિશેષ મા જાહેર રસ્તા ઉપર જો કોઈ અકસ્માત કે માલ મિલકત ને નુક્શાન થયું તો રખડતા ઢોર ના માલિક પાસે થી વસૂલવાની પણ જાહેરાત કરી હતી.

પોતાની જાહેરાત મુજબ રાજપીપળા નગરપાલીકા એ નગર માથી રખડતા ઢોરો પકડવાની કામગીરી નો બે ત્રણ દિવસ થી પ્રારંભ પણ કરી દિધો છે. ઢોરો પકડવા માટે બોરીદ્રા ગામ ના દસ ઇસમો ને કામગિરી સોંપવામાં આવી છે, છેલ્લાં બે દિવસથી 9 ઢોરો ને પકડવામાં આવ્યા છે. પરંતું નગરપાલીકા ઢોરો ને પાંજરાપોળ માં પુરવાની કે જે અગાઉ જાહેરાત કરી હતી તેનો ખુલ્લેઆમ ભંગ કરી ને જે ઢોરો પાંજરે પુરવા જોઈએ તેની જગ્યા એ આ મુંગા પશુઓને જંગલ વિસ્તાર મા છોડી રહી છે. તો આવું કેમ નગરપાલીકા દ્વારા જે જાહેરાત કરવામાં આવી તેની અમલ કેમ નહી ?? આ પ્રશ્ન ઊભો થઈ રહયો છે, નગરપાલીકા સંચાલિત ઢોર ડબ્બા તરીકે ઓળખાતી જગ્યા પણ નગર મા છે તો પછી આ પશુઓ ને જંગલ વિસ્તાર મા કેમ છોડવામા આવી રહ્યા છે ??

નગરપાલીકા તંત્ર રખડતા ઢોરો ના મામલે કડક કાર્યવાહી હાથ ધરે એ ખુબજ જરૂરી છે, કારણ કે ખરેખર રખડતા ઢોરો અનેક સમસ્યા ઓનાં નિમિત્ત બની રહ્યા છે, ઢોરો ના માલિકો ની ઓળખ કરી તેમની પાસે થી દંડ પણ વસૂલવામાં આવે એ પણ ખુબજ જરૂરી છે,આ માલિકો માનવતા ને નેવે મૂકી ને પોતાનાં ઢોરો ને રખડતા છોડી દે છે એ દંડ સહિત અન્ય કાર્યવાહિ ને પણ યોગ્ય છે, પરંતું જો તંત્ર દ્વારા આવા અબોલ પ્રાણીઓ ને પકડવામાં આવે તો તેમને જંગલ માં ના છોડી ને પાંજરા પોળ માં મુકવાની વ્યવસ્થા કરવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here