કાલોલ કુમાર શાળામાં આંતર રાષ્ટ્રીય ભાષા દિવસની ઊજવણી કરવામાં આવી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આજરોજ તારીખ ૨૧ મી ફેબ્રુઆરી ૨૦૨૩ ને મંગળવારે કાલોલ તાલુકાની કાલોલ કુમાર ક્લસ્ટર ની કાલોલ કુમાર શાળામાં આંતરરાષ્ટ્રીય ભાષા દિવસની ઊજવણી કરવામાં આવી જેમાં શાળાના ભાષા શિક્ષકો મકવાણા કલ્પના કુમારી અને હીનાબેન પરમાર દ્વારા બાળકો પાસે વિવિધ પ્રવૃતિઓ જેવી કે વિવિધ લેખકોના વિચારો, વક્તવ્ય, અલગ અલગ ભાષા માં આવકાર માટે ઉચ્ચારાતા શબ્દોનું નાટ્યકીકરણ અને આપણી ગુજરાતી ભાષા પ્રત્યે માન જન્મે એવું એક ગીત બાળકોએ પોતાની માતૃભાષા માં રજૂ કરી કાર્યક્રમ દીપાવ્યો હતો.શાળાના આચાર્ય રાકેશ ઠાકર ના ગુજરાતી ભાષા પરના એક ડિજિટલ લેખને પણ મોબાઈલમાંથી વાંચી સંભળાવી આપણું ગુજરાતી હોવું અને ગુજરાતી ભાષા પ્રત્યે માન હોવું ગૌરવની વાત છે તેની પ્રતીતિ કરાવી હતી. આજના આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ સામેલ થયું હતું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રાજેન્દ્રભાઈ જોશી ઉપસ્થિત રહી શાળાના શિક્ષક મિત્રો તથા બાળકો સાથે આજના ખાસ દિવસની ગૌરવભેર ઉજવણી કરવાનો અવસર પ્રાપ્ત કર્યો હતો.તેમજ મુખ્યમંત્રી ના અધ્યક્ષ સ્થાને આજે ઉજવાયેલા જીવંત કાર્યક્રમ n બાયસેગ અને you tube ના માધ્યમથી બાળકો,ગુરુજનો અને વાલીઓએ કાર્યક્રમ નિહાળ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here