સિધ્ધપુરના ધર્મચકલા ખાતે આવેલ નવા ટાવરનું રંગરોગાન અને સમારકામ હાથ ધરાયું

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિધ્ધપુર નગરપાલિકાના પ્રમુખ કૃપાબેન આચાર્ય તથા બોર્ડના સદસ્યો તેમજ સ્થાનિક મ્યુ.સદસ્યોના પ્રયત્નોથી દાતા ઉભાકરી વર્ષો બાદ ધર્મચકલા સ્થિત કવિશ્રી મનુભાઈ હ.દવે ટાવર(નવા ટાવર)નું રંગરોગાન અને સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.તેમજ છ માસ પહેલા શહેરના સરદાર ચોક વિસ્તાર સ્થીત જૂના ટાવર ને પણ નવા રૂપરંગથી સજાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જુના ટાવરની બે બાજુની ઘડિયાળનાં ડાયલને ધબકતા રાખવાં બ્રિટીશ મશીન લગાવવામા આવેલું છે જેમા કલાક મુજબ ટકોરા પણ વાગે તેવી સગવડ છે પરંતુ વહીવટી ઉપેક્ષાના કારણે જેમ નગરની જાહેર ઈમારતો જર્જરીત બની છે તેમ આ ટાવર પણ પરાણે ચાલતો હતો અને વહીવટદારોના રાજમાં સંપૂર્ણ બંધ અવસ્થામાં હતો.ત્યારે નગરની આ વિરાસતને ચાલુ કરાવવા આ વિસ્તારના ટી.ટી.યંગ ગ્રૂપ નાં યુવાનો આગળ આવેલા અને સ્વખર્ચે ટાવરને રીપેર કરાવી ચાલુ કરાવેલ.ત્યાર બાદ નગરપાલિકાએ આ કામનું આઉટસોર્સ કરતાં આ ટાવરની ઘડીયાળ નિયમીત ચાલી રહી છે.દર ૩-૪ દિવસે સિધ્ધપુરના બન્ને ટાવરની મોટા હેન્ડલથી ચાવી ભરવી પડે છે અને ચાવી ભરતાં હાથ રહી જાય તેટલી તાકાત આપવી પડે છે. આ બન્ને ટાવરની જાળવણી કરતાં સિધ્ધપુરના ધડીયાળ એક્ષપર્ટ અરવિંદભાઈ રાવળ નજીવા મહેનતાણા સાથે બન્ને ટાવરોને ધબકતા રાખે છે.
અહીંના સ્થાનિકો ની માંગ છે કે ધર્મચકલા સ્થિત આ ટાવરમાં લાઈટીંગ કરાય અને ટકોરા વાગતા થાય તેમજ દાતા શ્રીનું નામ ટાવર ઉપર લખવામાં આવે તેવી સ્થાનિક રહીશોની વર્ષો જુની માંગ કદાચ વર્તમાન ઉત્સાહી પ્રમુખ અને સદસ્યો સંતોષશે તેવી આશા બની છે.આ તસ્વીર ધાર્મિક નગરી સિદ્ધપુરના ઐતિહાસિક ધર્મચકલા સ્થિત નવા ટાવરની છે આ બે પગ વાળા મનુભાઈ હ.દવે ટાવર(નવા ટાવર)વિષે થોડી માહિતી મેળવીયે તો સિદ્ધપુરના વતની મનુભાઈ દવે કે જેઓ એક ઉત્તમ ખ્યાતનામ કવિ નીતિવાન શિક્ષક ને વિદ્વાન બ્રાહ્મણ રત્નએ જેતે સમયે પોતાની રોજિંદી આવક માંથી પાઇ પાઇ બચાવી શહેરને એક ઓળખ આપવાનો પ્રયાસ કરાયો હતો બ્રહ્મ રત્ન શ્રેષ્ઠી કવિ અને શિક્ષક શ્રીમનુભાઈ હરગોવિંદભાઈ દવેએ ૦૮/૧૦/૧૯૭૬ના રોજ ૧૬૦૦૦ જેટલી માતબર રકમ ખર્ચી સિદ્ધપુર શહેરના ૧૨ દરવાજા ચાર પોળો માના ઐતિહાસિક રુદ્રમહાલયને જોડાતો નગરનો પવિત્ર સરસ્વતી નદી વિસ્તામાં ઉતારવા તેમજ શહેરમાં પ્રવેશવા માટેનો મહત્વનો ઐતિહાસિક પત્થર તેમજ લાકડાનો કિલ્લા ટાઈપ નો દરવાજો જેતે સમયે રખરખાવના અભાવે તેમજ ભારે વરસાદના કારણે જરરજારિત થયેલો તે દરવાજો તૂટી પડ્યો હતો જેને સિદ્ધપુર શહેરના શ્રેષ્ઠિ એવા ખ્યાતનામ કવિ એવા મનુભાઈ હરગોવિંદ ભાઈ દવેએ આ ધરોહર રૂપે શહેરને ઇસ વી ૦૮/૧૦/૧૯૭૬નાં રોજ આજથી ૪૫ વર્ષ પૂર્વે નિસ્વાર્થ ભાવે નગરપાલિકા તંત્રને સુપ્રત કરી માતૃભૂમિને ભેટ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here