નર્મદા જીલ્લામાં વિજેતા સરપંચોના ટેકેદારોમાં ભારે ઉત્સાહ ધામધૂમથી વિજયને વધાવ્યો…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓની યોજાયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની મતગણતરી નિયત કરાયેલા કેન્દ્રો ખાતે હાથ ધરાઈ

ભાજપા જીલ્લા પ્રમૂખ ઘનશ્યામ પટેલ, કૉંગ્રેસ ના ધારાસભ્ય પી. ડી. વસાવા, પૂર્વ વન મંત્રી મોતિસીંગ વસાવા સહિત કૉંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા એ વિજેતાઓ ને અભિનંદન પાઠવ્યા

ભાજપા કૉંગ્રેસ સહિત BTP જેવા રાજકીય પક્ષો ના પોતાના સમર્થન વાળા સરપંચો વિજેતા થયા ના દાવા

નર્મદા જિલ્લામાં ૧૮૪ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૦૩ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી અન્વયે તા.૧૯ મી ડિસેમ્બર,૨૦૨૧ ના રોજ યોજાયેલી ચૂંટણીમાં થયેલા મતદાનની ગણતરી આજરોજ સવારે નિયત કરાયેલા મતગણતરી કેન્દ્રો ખાતે હાથ ધરવામાં આવી હતી,જે પ્રસંગે ઉમેદવારો સહિત તેમનાં ટેકેદારો મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતાં.

નાંદોદ તાલુકા માટે રાજપીપલાની છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિધાલયના સંકુલમાં આનંદ ભવન ખાતે, ગરૂડેશ્વર તાલુકા માટે ગરૂડેશ્વર તાલુકા સેવા સદન, બીજા માળે, તિલકવાડા તાલુકા માટે તિલકવાડાની કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે, દેડિયાપાડા તાલુકા માટે દેડીયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે તેમજ સાગબારા તાલુકા માટે સાગબારાની સરકારી વિનીયન કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રો ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.

જીલ્લા ના તમામ તાલુકાઓ ની ગ્રામ પંચાયતો ની મતગણતરી થયાં બાદ વિજેતા નીવડેલા ઉમેદવારો ને તેમનાં સમર્થકો સહિત જીલ્લા ના રાજકીય આગેવાનો એ ભારે ઉત્સાહ સાથે વધાવ્યા હતા.

પૂર્વ વન મંત્રી અને ભાજપા ના આગેવાન મોતિસિંગ વસાવા ડેડીયાપાડા ખાતે ભાજપા પ્રેરિત સરપંચ પદ ના ઉમેદવારો વિજેતા થતાં તેઓને અભિનંદન પાઠવતા નજરે પડ્યા હતાં.

કૉંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા રાજપીપળા ખાતે વિજેતા થયેલા ગાડેટ પંચાયત ના સરપંચ હસમુખ વસાવા ને અભિનંદન પાઠવતા નજરે પડ્યા હતા.

રાજપીપળા ના ધારાસભ્ય પી. ડી. વસાવા એ પોતાનાં ભુચાડ ગામ ની પંચાયત સમરસ થાય ના પ્રયાસો કર્યા હતા પરંતું જેમાં નિષ્ફળતા મળી હતી પરંતું તેમનાં સમર્થન ના ઉમેદવાર શરમિલાબેન્ન મુકેશભાઈ વસાવા વિજેતા થયા હતા.

જોકે કૉંગ્રેસ ના મહીલા આગેવાન અને વર્ષો થી કૉંગ્રેસ ના પરંપરાગત રીતે વિજેતા થતાં ચિત્રાવાડી ની બેઠક કૉંગ્રેસ પ્રેરિત ઉમેદવારે ગુમાવી હતી.અને ભાજપા ના ઉમેદવાર નો વિજય થયો હતો.

નાંદોદ તાલુકાના ગાટા ગામ ના સરપંચ માં રમેશ ગુલાબ વસાવા વિજેતા જાહેર થયા હતા તેમને અભિનંદન પાઠવવા નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ પહોંચી ગયા હતા અને સુભેચ્ચા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here