સિદ્ધપુરના વિદ્યાર્થીએ ઉદયપુર ખાતે યોજાયેલ કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો…

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુરના વિદ્યાર્થીએ ઉદયપુર (રાજસ્થાન)ખાતે યોજાયેલ ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પીયનશીપ માં ગોલ્ડ મેડલ જીતી શહેરનું ગૌરવ વધાર્યું છે આ કરાટે ચેમ્પીયનશીપમાં અલગ-અલગ શહેરોની શાળાઓના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સિદ્ધપુરના રાજપુર વિસ્તારમા રહેતા પટેલ જેમ્સ હિતેશકુમાર (મેસર્સ)જે સિધ્ધપુરની આગાખાન સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે તેણે આ ટુર્નામેન્ટમાં ભાગ લઇ સખત મહેનત કરી કરાટે ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ ટુર્નામેન્ટના ચીફ ગૅસ્ટ ડેવિડ હેરી ના હસ્તે હાંસલ કર્યો છે નાની ઉંમરે મેળવેલ આ સિદ્ધિથી તેમના કોચ પટેલ હસમુખભાઈ,પરિવારજનો સહીત શાળા અને શહેર નું ગૌરવ વધાર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here