પંચમહાલ : આઇ-ખેડુત પોર્ટલ પર એજીઆર-૫૦ ટ્રેકટર સહાય માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી લાભ મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરાયું છે ત્યારે વર્ષ ૨૦૨૩-૨૪ માટે સહાય અરજીઓ અંતર્ગત એજીઆર-૫૦ ટ્રેકટર ઘટક માટે મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ પર તારીખ ૦૧/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી પોર્ટલ ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ઘોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી કરાયું છે.

પંચમહાલ જિલ્લાના તમામ ખેડુતોને આ ઘટકમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી,અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે તથા પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. જેની સૌ ખેડૂતોને નોંઘ લેવા પંચમહાલ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here